મોરબી બાયપાસ પાસેથી બે શખ્સો તેલના વેપારીને રૂ.94 હજારનો ચૂનો ચોપડી ફરાર

કેરીના વેચાણનું મૂકેલું સ્ટેટ્સ વેપારીને મોંઘું પડ્યું: રૂ.2.90 લાખનો મુદ્દામાલ લઈ ગઠિયો ફરાર’

શહેરમાં જુદા જુદા બે સ્થળોએ વેપારીઓને ચૂનો ચોપડી ગઠિયાઓ લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મોરબી રોડ પર રહેતા સીંગતેલના વેપારી પાસેથી 36 તેલના ડબ્બાનો ઓર્ડર આપીને આરોપી 34 સીંગતેલના ડબ્બા લઈને છૂમંતર થઈ ગયો હતો. તો બીજી ઘટનામાં કેરીના વેચાણ માટે રાખેલું સ્ટેટસ વેપારીને મોંઘુ પડ્યું હતું જેમાં લાખો રૂપિયાનો ઓર્ડર આપી ભેજાબાજે બેંકમાં ન ચાલે તેવી ચેક આપીને ફરાર થઈ ગયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના મોરબી જકાતનાકા પાસે આવેલા સતનામ પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા અને હરીપર પાસે ભૂતકોટડા ગામે જાનકી મીની ઓઇલ નામની સીંગતેલની ફેક્ટરી ધરાવતા રોહિતભાઈ જાદવજીભાઈ ભાગિયા નામના વેપારીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે તેઓએ જણાવ્યું હતું કે ગત તા.29/6ના રોજ પોતાના ભાઈને કોઈ સંજય પટેલ નામના વેપારીએ 36 સીંગતેલના ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ આ ઓર્ડર પહોચાડવા મોરબી બાયપાસ રોડ પાસે આવેલા મારુતિ સુઝુકી સર્વિસ સ્ટેશન પાસે બોલાવ્યા હતા.

જ્યાં રોહિતભાઈ અને તેમના સાદુરભાઈ ડબ્બાની ડિલિવરી આપવા ગયા હતા. જ્યાં સંજય પટેલ નામના શખ્સે 34 ડબ્બા છકડામાં ભરાવી મોકલી આપ્યા હતા અને અન્ય બે ડબ્બા ઘર માટે લઈ જવાનું કહી રોહિતભાઇ રિક્ષામાં પાછળ આવવાનુ કહ્યુ હતું. ત્યાર બાદ આ સંજય પટેલ નામના શખ્સે વેપારીને ગોળ ગોળ ફેરવી પોતે પોતાની જીજે-03-એમબી- 7283 નંબરની સેન્ટ્રો કાર પાર્ક કરીને આવે તેમ કહી મોબાઈલ સ્વીચ ઓફ કરી નાસી ગયો હતો. સંજય પટેલ નામના શખ્સે વેપારી પાસેથી રૂ.94 હજારની કિંમતના 34 સીંગતેલના ડબ્બા લઈ નાસી ગયો હતો.

તો અન્ય બનાવમાં મુળ વેરાવળ તાલુકાનાં મોરાજ ગામનાં વતની અને હાલ રાજકોટના કાલાવડ રોડ પરની વૃંદાવન સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહી અભ્યાસ સાથે કેરીનો ધંધો કરતા કિશોર દાનાભાઈ પરમાર (ઉ.વ.27) સાથે કેરી ખરીદવાનાં બહાને આરોપી રમેશ ભીખાભાઈ ભંડેરી (રહે, જાંબુડી ગામ, તા. વિસાવદર)એ રૂા. 2.90 લાખની ઠગાઈ કર્યાની ફરીયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાઈ છે. જેમાં કિશોરે જણાવ્યું છે કે, તેણે જતાં ત્યાંનાં સ્ટાફે ચેકચાક હોવાથી ચેક સોશ્યલ મીડીયા પર કેરી વેંચવા માંટે સ્વિકાર્યો ન હતો. જાહેરાત આપતા આરોપીએ તેનો સંપર્ક કરી પ00 બોક્ષ ખરીદવાની વાત કરી હતી. તેણે હાલ 200બોક્ષ હોવાનું કહેતા તેનો સોદો કરી રૂા. 30 હજા2 એડવાન્સ પેટે આપ્યા હતાં.

ત્યારબાદ આરોપીનાં કહ્યા મુજબ તેણે નવાગામમાં આવેલા એક ગોડાઉનમાં ઓર્ડર મુજબની કેરીનો જથ્થો ઉતાર્યો હતો. તે વખતે આરોપીએ તેને રૂા. 2.90 લાખનો ચેક આપ્યો હતો. જે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં વટાવવા જતા ચેક છેકછાક વાળો હોવાથી પાસ થયો ન હતો.

જેથી ફરિયાદીએ આરોપીને કોલ કરતા રીસીવ કર્યો ન હતો. એટલું જ નહીં બાદમાં પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. જેને કારણે છેતરાઈ ગયાનો અહેસાસ થતાં આજે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 406, 420 મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. તેણે આ રીતે અન્ય કોઈ સાથે છેતરપીંડી કરી છે કે કેમ, તે સહિતનાં મુદ્દે પોલીસે તપાસ હાથધરી છે.