મહુઆ મોઇત્રાએ કાલી ફિલ્મ પોસ્ટરના વિવાદને વધુ હવા આપવા કરી ટિપ્પણી, ભાજપે ધરપકડની કરી માંગ

TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે કાલીનાં અનેક સ્વરૂપ છે. મારા માટે કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનાર દેવી છે, તેવું એક નિવેદન આપ્યું છે અગાઉ પણ મહુઆ મોઈત્રાએ જૈન સમાજ અને માંસાહારને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેનો ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિરોધ થયો હતો

સાંસદ મહુઆ મોઇત્રા ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર પર થયેલા વિવાદ પર ટીએમસીની ટિપ્પણીને બાજુ પર રાખવાથી નારાજ છે. તેણે ગુસ્સામાં આવીને પોતાની પાર્ટીના ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધું. બીજી તરફ ભાજપે ટીએમસી પર માતા કાલીના અપમાનનો આરોપ લગાવ્યો છે. આ સાથે મહુઆ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે કાલીનાં અનેક સ્વરૂપ છે. મારા માટે કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનાર દેવી. જ્યારે આ નિવેદન પર વિવાદ ઊભો થયો ત્યારે પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ મમતા બેનર્જીની પાર્ટીએ તેનાથી દૂરી લીધી હતી.

 

બંગાળના કૃષ્ણનગરથી લોકસભાના સભ્ય મોઇત્રા અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે પેંચ વધુ ફસાય ગયો છે. પશ્ચિમ બંગાળ માટે મા કાલી ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. તેમના વિશે વાંધાજનક ટિપ્પણી દ્વારા ટીએમસીને નુકસાન થઈ શકે છે, તેથી જલદી જ મહુઆએ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ ફિલ્મના પોસ્ટર પર ટિપ્પણી કરી, તૃણમૂલ કોંગ્રેસે તરત જ તેને છોડી દીધો.

 

વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મ ‘કાલી’ લીના મણિમેકલાઈ દ્વારા નિર્મિત છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ વિવાદમાં ફસાઈ ગઈ હતી. આ પોસ્ટરમાં મા કાલી માતાને સિગારેટ પીતી બતાવવામાં આવી છે. તેના એક હાથમાં LGBT સમુદાયનો રંગબેરંગી ધ્વજ પણ જોવા મળ્યો હતો.

 

સાંસદ મોઇત્રાએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ‘તે તમારા પર નિર્ભર કરે છે કે તમે તમારા ભગવાનને કેવી રીતે જુઓ છો. ભૂટાન અને સિક્કિમ જાવ તો ત્યાં ભગવાનને પૂજામાં વ્હિસ્કી ચઢાવવામાં આવે છે. તે જ સમયે, જો તમે ઉત્તર પ્રદેશમાં કોઈને વ્હિસ્કી આપો છો, તો તેની લાગણીને ઠેસ પહોંચી શકે છે. મારા માટે કાલી દેવી માંસ ખાનાર અને શરાબ પીનારના રૂપમાં છે. દેવી કાલીનાં અનેક રૂપ છે.’

 

તૃણમૂલએ નિવેદનની નિંદા કરી, કહ્યું- અંગત મંતવ્યો છે

મોઇત્રાના નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે આ તેમના અંગત વિચારો છે. પક્ષ આનું સમર્થન કરતું નથી અને આવી ટિપ્પણીઓની સખત નિંદા કરે છે. જો કે ટીએમસીએ નારાજગી વ્યક્ત કર્યા બાદ મહુઆ મોઇત્રાએ પણ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. મંગળવારે આ વિવાદ પછી તેમણે કહ્યું કે, ‘તમારા બધા સંઘીઓના જુઠ્ઠાણા તમને વધુ સારા હિન્દુ સાબિત નહીં કરી શકે. મેં ક્યારેય કોઈ ફિલ્મ કે પોસ્ટરને સમર્થન આપ્યું નથી કે ક્યાંય સ્મોકિંગ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. હું તમને તારાપીઠ ખાતે મારી માતા કાલીની મુલાકાત લેવાનું સૂચન કરું છું અને એ જોવા માટે કે તેમને ભોગ તરીકે શું ખાવા-પીવાનું આપવામાં આવે છે. જય મા તારા”.

 

ટીએમસી ટકી શકશે નહીં, મોઇત્રાને પાર્ટીમાંથી બહાર કાઢો: ભાજપ

બીજી તરફ પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું છે કે ટીએમસી નિવેદનથી દૂર રહીને બચી શકે નહીં. જો તે ખરેખર તેને સમર્થન ન આપે તો મોઇત્રા સામે પગલાં લેવા જોઈએ. તેમને પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ અથવા તો સસ્પેન્ડ કરવા જોઈએ. મજમુદારે કહ્યું કે ભાજપ મહિલા મોરચા મોઇત્રાના નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરશે. પોલીસ સ્ટેશન જઈને મોઈત્રાની ધરપકડ કરવા માંગ કરવામાં આવશે.