Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:

પશુઓના કત્લ અને હેરકાયદેસર હેરફેરીના બનાવો વધ્યા છે ત્યારે આજરોજ કેશોદના ચાદીગઢ પાટીએ શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં ગોવંશની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ છે. હલીચલી શકે નહીં એમ ગોવંશ બળદોને નિર્દયતાથી બાંધેલા લઈ જવાતા હતા. ગૌતસ્કરોને જુનાગઢ જિલ્લા ગૌરક્ષા સમિતિનાં કાર્યકરો દ્વારા ઝડપી પાડી કેશોદ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સોંપવામાં આવેલ હતાં.

કેશોદ શહેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લાગું પડતાં જુદા-જુદા માર્ગો પરથી શહેરી વિસ્તારમાં સહેલાઈથી આવજા થઈ શકતી હોય ગેરકાયદેસર હેરાફેરી કરતાં શખ્સો રાત્રીના વાહનો મારફતે સરેઆમ તસ્કરી કરે છે જેને રોકવા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે આ બનાવ બનતા તંત્ર સામે પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે.

Screenshot 3 19

જુનાગઢ ગૌરક્ષા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને મળેલી માહિતીનાં આધારે તેઓ સમીસાંજેથી તપાસમાં હતાં ત્યારે માંગરોળ તાલુકાના સરસાલી ગામથી ગોવંશ બળદો ભરેલ ટ્રક નં. GJ-10-V-5972 નો પીછો કરી કેશોદના ચાંદીગઢ પાટિયા પાસે રોકાવી કેશોદ પોલીસ સ્ટેશનમાં જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભાવીનભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી. કેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધી ટ્રક ડ્રાઈવર મેરામભાઈ ભારાઈ અને રમેશભાઈ સિહોરા બન્ને રહેવાસીની અટક કરી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ માંગરોળના સરસાલી ગામથી છ બળદો ટ્રકમાં બાંધી ફરતી તાલપત્રી બાંધેલી હાલતમાં કોઈને ધ્યાનમાં ન આવે એ રીતે આયોજનબદ્ધ તસ્કરી ઝડપાઈ છે. આ ગેરકાયદેસર હેરાફેરી કરી ગોવંશ બળદોને મહારાષ્ટ્રનાં શિરડી નજીક કતલખાને લઈ જવાતાં હતાં ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ જતાં છ અબોલ જીવો બચાવી શકાય છે. કેશોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.