Abtak Media Google News

 

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે આજે પણ વહેલી સવારે કચ્છમાં ભુકંપના બે આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.

સિસ્મોલોજી ડિપાર્ટમેંન્ટના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે 5:57 કલાકે કચ્છના રાપરથી 23 કિમિ દૂર 1.5ની તીવ્રતાના આંચકાનુ કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ જમીનથી 19.9 કીલોમીટરની હતી. ત્યારબાદ સવારે 7:29 કલાકે કચ્છના ભચાઉથી 24 કિલોમીટર દૂર 1.9ની તીવ્રતાના આંચકાનું કેંદ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ જમીનથી 6 કિલોમીટરની હતી.

વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.