Abtak Media Google News

ભચાઉમાં રાત્રે 8.54 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો

Kutch

રાજકોટ ન્યૂઝ 

કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો. આ તરફ હવે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. મહત્વનું છે કે, ભચાઉમાં રાત્રે 8.54 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ તરફ રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ તો ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કીમી નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે. કચ્છમાં આ અગાઉ 21 અને 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતું. વાત જાણે એમ છે કે, 21 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર 22 નવેમ્બરે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. વિગતો મુજબ સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ 21 નવેમ્બરે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5:20 કલાકે રાપરથી 11 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાતે 8:54 કલાકે ભચાઉથી 21 કિમી દૂર 3.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 9:42 કલાકે રાપરથી 23 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને મોડીરાતે રાપરથી 18 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.