Abtak Media Google News

પ્રેમીનું અપહરણ કરી પરિવાર દ્વારા ઢોર માર મારતા સારવારમાં દમ તોડયો તો

મોરબીના મહેન્દ્ર નગર વિસ્તારમાં રહેતા હિતેશ કુબાવત નામના યુવાનને તેના જ ગામની પટેલ યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેને તે વાતનો ખ્યાલ રાખી યુવાનનું અપહરણ કરી તેને ઢોર માર મારતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને મોરબી બાદ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

જ્યાં તેનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો મૃતક યુવાનના પરિવારજનોની ફરિયાદ પરથી પોલીસે ત્રણ સામે હત્યાનો ગુનો નોંધી યુવતીના છે મામાની ધરપકડ કરી છે જ્યારે યુવતીની માતા ફરાર થતાં તેની શોધખોળ હાથધરી છે.

મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મિતેશ કુબાવત નામના યુવાનને તેના જ ગામની યુવતી હેત્વી પટેલ સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેઓએ રોષે ભરાય યુવાનનું અપહરણ કરી તેને વાડીએ લઈ જઈ યુવતીના મામા ધરમેશ બાલુ વિડજા અને પરેશ બાલુ વિડજા તથા યુવતીની માતા મીના બાલુ વિડજા દ્વારા યુવાનને ઢોર માર મારતા તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે મોરબી બાદ અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધી બન્ને મામાની ધરપકડ કરી છે જ્યારે મહિલાની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.