Abtak Media Google News

કાલથી ટિકિટોનું બુકિંગ શરૂ

નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (ગઝઙઈ) ફેઝ ઈંઈંની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે.

Advertisement

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફ એ જણાવ્યા હતું કે વેરાવળ- બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ વેરાવળ થી 8મી મે, 2022, રવિવારના રોજ 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

તેવી જ રીતે ટ્રેન નંબર 09419 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ 9મી મે, 2022, સોમવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09420/09419 માટે બુકિંગ 6ઠ્ઠી મે, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને RICTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે અને સેકંડ ક્લાસ ના સામાન્ય કોચ સિવાય તમામ વર્ગો માટે સંપૂર્ણપણે આરક્ષિત હશે.

ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો WWW.ENQUIRY.INDIANRAIL.GOV.IN ની મુલાકાત લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.