Abtak Media Google News

૫ કેન્દ્રીય, ૨૧ રાજયની અને ૨૬ ખાનગી યુનિવર્સિટીઓ સહિત ૬૨ ઉચ્ચ શૈક્ષણિક સંસઓને સ્વાયતતા આપવાનો નિર્ણય

ભારતીય શિક્ષણને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા તેમજ એજયુકેશન ટુરિઝમમાં વધારો કરવા સરકાર શિક્ષણ પ્રણાલીમાં ધરખમ ફેરફાર કરી રહી છે. જેના ભાગરૂપે ૬૨ હાયર એજયુકેશન ઈન્સ્ટિટયુટને પૂર્ણ સ્વાયતતા આપવાનો નિર્ણય યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા લેવામાં આવ્યો છે.

Advertisement

યુજીસીએ જે શિક્ષણ સંસઓને પૂર્ણ સ્વાયતતા આપી છે. તે હવેી પ્રવેશ પદ્ધતિ, ફી માળખુ અને અભ્યાસક્રમ સહિતના મુદ્દે પોતે નિર્ણય લઈ શકશે. શિક્ષણ પ્રણાલીમાં બહોળા સુધારાના ભાગરૂપે યુજીસીએ આ પગલુ ભર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

નવા આદેશ મુજબ હવેી પાંચ કેન્દ્રીય યુનિવર્સિટીઓ, ૨૧ સ્ટેટ યુનિવર્સિટી અને ૨૬ પ્રાઈવેટ યુનિવર્સિટી તેમજ ૧૦ અન્ય કોલેજોને પૂર્ણ સ્વાયતતા આપવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયી ભારતીય શિક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તર કરતા ઘણુ નીચુ જઈ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. અન્ય વિકસીત કે વિકાસસીલ દેશો કરતા ભારતની શિક્ષણ પ્રણાલીમાં મસમોટી ખામીઓ જોવા મળી છે. માટે મોદી સરકાર ભારતીય શિક્ષણને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા ઈચ્છે છે અને ૬૨ ઉચ્ચ શૈક્ષણિક સંસઓને સંપૂર્ણ સ્વાયતતા આપી આ ક્ષેત્રમાં વધુ એક પ્રયાસ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.