Abtak Media Google News

ધરપકડ પહેલા તપાસ જરૂરી બનશે અને આગોતરા જામીન પણ આપી શકાશે: વડી અદાલતે માર્ગદર્શીકા જાહેર કરી

એટ્રોસીટીના કેસમાં આરોપીની તાત્કાલીક ધરપકડ કરવા સામે વડી અદાલતે રોક લગાવી દીધી છે. સરકારી કર્મચારીઓને એટ્રોસીટીના ખોટા કેસી રક્ષણ આપવાના હેતુી વડી અદાલતે કાયદામાં તાત્કાલીક ધરપકડ કરવાની જોગવાઈ રદ્દ કરી હતી.

મહારાષ્ટ્ર સરકારના અધિકારી સામે યેલી એટ્રોસીટીની ફરિયાદ બાદ બોમ્બે હાઈકોર્ટે તેમના આગોતરા જામીન ફગાવ્યા હતા. જેી તેમણે વડી અદાલતમાં પડકાર ફેંકયો હતો અને અદાલતે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.કે.ગોયેલ અને યુ.યુ.લલીતની ખંડપીઠે કહ્યું છે કે, નિર્દોષ નાગરિકોને કાયદાના દૂરઉપયોગી બચાવવા માટે રક્ષણ જરૂરી છે. સાચ્ચા કિસ્સામાં આગોતરા જામીન લાગુ ન પડતા હોય અને પ્રમ દ્રષ્ટિએ કેસ ન બનતો હોય ત્યાં નિર્દોષ નાગરિકોને રક્ષણ મળતુ ની. એટ્રોસીટીના કેસમાં આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ નથી. પ્રથમ દ્રષ્ટીએ કેસ સાચો ન લાગતો હોય તો આગોતરા જામીન આપી શકાય છે.

એટ્રોસીટીના કેસમાં તાત્કાલીક ધરપકડ કરવાની જોગવાઈનો દૂરઉપયોગ અટકાવવા સરકારી કર્મચારીઓની આવા કિસ્સામાં એપોઈન્ટીંગ અધિકારી અવા સીનીયર સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસની પરવાનગી જરૂરી છે અને તેના કારણો દર્શાવવા પણ જરૂરી છે.

વડી અદાલતે ઉમેર્યું હતું કે, કાયદાની નવી જોગવાઈ નિર્દોષ નાગરિકોને બચાવવા માટે કરવામાં આવી છે. કાયદો જાતિવાદી વૈમનસ્ય પૈદા કરનારો ન હોવો જોઈએ અને નિર્દોષ નાગરિકોને રક્ષણ તો બંધારણનો અધિકાર છે. એટ્રોસીટીના કેસમાં ગુનો દાખલ થતાંની સો જ તાત્કાલીક ધરપકડ સામે સુપ્રીમે નિર્દોષ નાગરિકોને રક્ષણ આપ્યું છે.

સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓ વિરુધ્ધ અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિ કાયદા-૧૯૮૯નો દૂરઉપયોગ કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શીકા જાહેર કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.