હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પર વિકૃત રેગીંગ: બેની ધરપકડ

સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરી, ગુદામાં મધ અને સેનેટાઇઝર લગાવી પેન્સીલ ઘુસાડી દીધી: પાંચ વિદ્યાર્થી સામે નોંધાતો ગુનો

શહેરની ભાગોળે આવેલી જાણીતી યુનિર્વસિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની નગ્ન તસવીર મોબાઇલમાં પાડી બ્લેક મેઇલીંગ કરી પાંચ વિદ્યાર્થીઓ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરી વિકૃત પજવણી કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી છે.

યુનિર્વસિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા કોલેજીયન પોતાના બાથરૂમમાં નગ્ન થઇ સ્નાન કરી રહ્યો હતો ત્યારે એક વિદ્યાર્થીએ પોતાના મોબાઇલમાં નગ્ન તસવીર લઇ તેની સાથે અભ્યાસ કરતા અન્ય ચાર વિદ્યાર્થીઓને બતાવી પાંચે વિદ્યાર્થીઓ એક સંપ કરી વિદ્યાર્થીના ગુંદામાં મધ અને સેનેટાઇઝ લગાવ્યાની તેમજ પાંચ પૈકીના બે વિદ્યાર્થીઓએ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની અને અન્ય બે વિદ્યાર્થીએ ગુંદામાં પેન્સિલ ખુસાડી દીધા અંગેની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ વિદ્યાર્થી સામે ગુનો નોંધી બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે.

સોશ્યલ મિડીયાના ઉપકરણોના માધ્યમનો સદઉપયોગના બદલે દુર ઉપયોગ વધી ગયો હોય તેમ વધુ એક વિદ્યાર્થીને નગ્ન વીડિયો રેકોડીઈંગ વાયરલ કરવાની ધમકી દઇ બ્લેક મેઇલીંગ કરાયાનું સામે આવ્યું છે.