ઉના નગરપાલિકાના પુરાંતવાળા બજેટને જનરલ બોર્ડની બહાલી

una | junagdh
una | junagdh

ઉના નગરપાલિકાની બજેટ બેઠક ગત ગુરૂવારના રોજ ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સને નગરપાલિકા સભાખંડમાં યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સને-૨૦૧૭-૧૮ના નાણાંકિય વર્ષ માટેના રૂ.૮.૮૦ લાખની પુરાંતવાળા બજેટને સર્વાનુંમતે બહાલી આપવામાં આવેલ હતી.

૨૦૧૭-૧૮ દરમ્યાન નગરપાલિકાને વિવિધ વેરા સહિતની રૂ 32,45,30,000 ની  આવક સામે રૂ.૩૨,૩૬,૫૦,૦૦૦/-નો ખર્ચ છે. આમ રૂ.૮.૮૦ લાખ પુરાંત રહે તેમ છે. આમ સને ૨૦૧૭-૧૮ના વર્ષનું પુરાંતલક્ષી બજેટ નગરપાલિકાના ઉપસ્તિ રહેલા ૩૧ સદસ્યોએ સર્વાનુંમતે મંજૂર કર્યું હતું.

ઉના નગરપાલિકા વિસ્તારમાં હાલ ભુગર્ભ ગટર યોજના હેઠળ કામો હાલ શ‚ છે. જે આ કામોના લીધે શહેરના મોટાભાગના કાચા તા પાકા રસ્તાઓને નુકશાન યેલ છે. ત્યારે આ રસ્તાઓને સી.સી.રોડ બનાવવાની અને રોડની બન્ને સાઈડોમાં પેવર બ્લોક લગાડવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહેલ છે. આ તમામ રસ્તાઓ નવેસરી બનાવવાની કામગીરી આગામી વર્ષ ૨૦૧૭-૧૮માં પૂર્ણ કરવાની જોગવાઈ આ અંદાજપત્રમાં કરવામાં આવેલ છે.

તેવી જ રીતે ઉનાના નગરજનોની સુખ સુવિધા માટે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ સી.રાઠોડની નેમ મુજબ યોગ કેન્દ્ર તા જીમનેશ્યમ બનાવવાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વહીવટી મંજૂરી મળેલ હોય, આમ યોગ કેન્દ્ર તા જીમનેશ્યમ બનાવવાનું કામ પણ આ વર્ષમાં પૂર્ણ કરવા માટેની જોગવાઈ આ બેજટમાં કરવામાં આવેલ છે. આમ આગામી વર્ષ ૨૦૧૭-૧૮માં ઉના શહેરને આગવી ઓળખ આપતા મહાનગરની હરોળના અનેક વિવિધ વિકાસ કામો હા ધરાનાર છે.