Abtak Media Google News

સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો થયો વાયરલ: ૨૭ લાખ લોકોએ નિહાળ્યો

સોશ્યલ મીડિયામાં અવાર-નવાર વિચિત્ર સાપ કે અન્ય જીવોના વિડીયો જોવા મળે છે. આવા વિડીયો આપણને આશ્ર્ચર્યચક્તિ કરતા હોય છે. આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પાણી નજીકની જમીનમાં ઉંડો ખાડો કરી તેમાં પાણી નાખી બાદમાં ઈંડાને ફોડી તેનું ઘોરવું નાખી તેમજ ઈંડા નાખતા માછલીઓ આવતી હોવાનું જણાય છે. સોશ્યલ મીડિયામાં ૨૭ લાખ લોકોએ આ વીડિયો નિહાળ્યો છે.

ટેકનીક ટુલ્સ નામે વાયરલ થયેલા આ વીડિયોમાં પાણી નજીકની જમીનમાં ઉંડો ખાડો ખોદવામાં આવે છે અને તેમાં પાણી નાખવામાં આવે છે. બાદમાં ઈંડાને ફોડી તેનું ઘોરવું નાખવામાં આવે છે. પછી આખા ઈંડા પણ નાખવામાં આવે છે. પાણીમાં ઈંડા નાખતા ફીણ થાય છે પછી ધીમે ધીમે હલચલ શરૂ થાય છે. થોડા વારમાં આ ખાડામાંથી માછલીઓ નીકળવાનું શરૂ થાય છે. એક માછલી નીકળ્યા બાદ એક પછી એક અનેક માછલીઓ નીકળવા લાગે છે. વીડિયોમાં દર્શાતો શખ્સ એક પછી એક માછલીઓને પકડી ભેગી કરે છે.

અત્રે એ યાદ આપીએ કે, આ શખ્સે જમીનમાંથી માછલી, સાપ જ નહીં અન્ય જીવોને પણ બહાર કાઢવાનો કિમીયો બતાવતો જોવા મળ્યો છે. જાણકારોના જણાવ્યા મુજબ માછલીઓ બહાર નીકળવાનું મુખ્ય કારણ એ છે કે, પહેલા પાણી નજીકની જમીનમાં ખાડો ખોદી પાણી નાખવામાં આવે છે અને બાદમાં કાચા ઈંડા નાખવામાં આવતા ફીણ થાય છે અને ફરી આ ફીણમાં કાચા ઈંડા ફોડીને નાખવામાં આવતા તે ઈંડાની ગંધથી માછલીઓ ઉપર આવવાનો પ્રયાસ કરવા લાગે છે. જમીન ઉપર આવતા આવતા તે ખાડાના ઉપરના ભાગ સુધી પહોંચી જાય છે અને ખાડાની બહાર પણ નીકળી જાય છે.  આવી જ રીતે ફકત માછલીઓ જ નહીં પણ અન્ય કેટલાક મોટા-મોટા જીવને બહાર કાઢી શકાતા હોવાનો આ શખ્સનો દાવો છે. આ શખ્સે બનાવેલા અન્ય એક વીડિયોમાં સાપ, મગરમચ્છ જેવા જીવોને પણ તેના સ્થાનથી બહાર કાઢવાના કિમીયાનો વીડિયો કેટલાય લોકોએ જોયો છે અને પસંદ પણ કર્યો છે. કેટલાકે તો આ વીડિયો શેયર પણ કર્યો છે. જો કે, કેટલાકે આ કીમીયા વિશે સવાલો ઉઠાવ્યા છે, પણ આ કીમીયો આવા જીવોને જમીનમાંથી બહાર કાઢવામાં સફળ સાબીત થતો દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.