Abtak Media Google News

ધોરણ 9 અને ધોરણ 10માં ભણતા વિઘાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે: ર એપ્રિલએ પ્રવેશ પરીક્ષા લેવાશે

શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ , સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ગરીબ તથા મધ્યમ વર્ષીય બાળકો માટે સુપર -40 પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે .સુપર -40 પ્રોજેકટ અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 11 માં આઇ.આઇ.ટી. અને મેડીકલમાં જવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે .સુપર -40 પ્રોજેકટ સંપૂર્ણ નિ:શુલ્ક છે .

આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ , ઘોરણ 11 માં જીઇઇ ( આઇ.આઇ.ટી માટે ) 40 વિદ્યાર્થીઓ અને ધોરણ 11 માં નીટ ( મેડીકલ પ્રવેશ પરીક્ષા ) માટે 40 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે . આમ કુલ 120 બાળકો પસંદ કરવામાં આવશે . ( ફકત ગુજરાતી માધ્યમમાં જ પસંદ કરવામાં આવશે. મધ્યમ વર્ગીય અને ગરીબ બાળકો માટે આ સુપર -40 પ્રોજેકટ ફકત ગુજરાત માટે શરૂ કરવામાં આવેલ છે . ગરીબ બાળકો માટેનિ:શુલ્ક આ પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે .

Screenshot 5 21

પ્રવેશ પરીક્ષા તા . 2 એપ્રિલ , 2023 ના રોજ યોજાનાર છે . પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 30 માર્ચ , 2023 છેલ્લી છે .  રાજકોટ , સૌરાષ્ટ્ર તથા ગુજરાતના વિદ્યાર્થીઓને આ પ્રવેશ પરીક્ષા અંતર્ગત ફાર્મ ભરવા માટે શ્રી પુજીત રૂપાણી મમોરીચલ ટ્રસ્ટ હાર્દિક આમંત્રણ આપે છે . રાજકોટના મધ્યમ વર્ગીય અને ગરીબ મા – બાપને મોંઘી ફી ભરવી ન પડે અને એ હોશિયાર બાળકો પણ IIT અને મેડીકલમાં SB શકે એ માટે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે

ટ્રસ્ટના ચેરમેન અને ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને ટ્રસ્ટીશ્રી  અંજલીબેન રૂપાણીની આગેવાની હેઠળ આ સુપર -40 પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ

જેમાં બાળકોનું સ્કુલીંગ , કોચીંગ , એકેડમીક , મેડીકલ તમામ ખર્ચ શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવશે .

રાજકોટ , સૌરાષ્ટ્ર તથા ગુજરાતના વિદ્યાર્થીઓને અમો અપીલ કરીએ છીએ કે , પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ આ સુપર -40 અંતર્ગત 30 માર્ચ , 2023 પહેલા પોતાનું ફોર્મ ભરે .

2 એપ્રિલ , 2023 ના ગુજરાત સ્કુલ ઓફ એકસલન્સ (ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ), શિવધારા રેસીડન્સી, શ્રીજી બંગલોની બાજુમાં ડી. માર્ટ પાસે, કુવાડવા રોડ, રાજકોટ  રોજ  યોજાનાર પરીક્ષા 100 માર્કસની લેવામાં આવશે જેમાં ગણિત અને વિજ્ઞાન બે વિષયોની પરીક્ષા લેવામાં આવશે .

ધોરણ 10 માં જેમને પ્રવેશ લેવાનો છે એવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા અંતર્ગત ધોરણ 9 નો અભ્યાસક્રમ પુછવામાં આવશે અને ધોરણ 11 માં જેમને પ્રવેશ મેળવવાનો છે એવા વિદ્યાર્થીઓને ધોરણ 10 નો અભ્યાસક્રમ અંતર્ગત પરીક્ષા લેવામાં આવશે .  ગણિત અને વિજ્ઞા બે વિષયોની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા ફકત ગુજરાતી માધ્યમમાં જ લેવામાં આવશે .

સુપર -40 અંતર્ગત પ્રવેશ પરીક્ષા માટે વેબસાઇટ www.super40 rajkot.com અને આપેલ નંબર પર 78 74 66 11 13 WhatsApps કરી અને પ્રવેશ પરીક્ષા લીંક મંગાવી લેવા વિનંતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.