Abtak Media Google News

‘ચાઈલ્ડ પોનોગ્રાફી’ને રોકવા ગુનેગારોને આકરા દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી

દેશમાં બાળકો પર દર્શાવાતી પોર્ન ફિલ્મનાં દુષણને કડક હાથે ડામી દેવાનાં આશયથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમવાર પોકસો કાયદામાં ચાઈલ્ડ પોનોગ્રાફી અંગે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. કોઈપણ વ્યકિત વિજાણુ માધ્યમો અથવા તો ડિજિટલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને જાતીય ઉતેજના પ્રસરાવતી તસવીરો કે જેમાં બાળકનાં ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હોય આવી પ્રવૃતિને સરકારે હવે સજાપાત્ર બનાવી છે.

પોર્ન ફિલ્મમાં પુખ્ત વ્યકિતઓની જેમ બાળકોનાં ઉપયોગને અટકાવવા માટે સરકાર દ્વારા આવી પ્રવૃતિ પર આકરા નિયંત્રણ માટે પોકસોનાં કાયદામાં બાળ પોનોગ્રાફીની વ્યાખ્યાનો ઉમેરો કરી બાળકો સાથે કરવામાં આવતી જાતિય દુરાચારની ઘટનાઓ કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારની કેબિનેટ મંત્રાલયે પોકસોનાં કાયદામાં બાળ પોનોગ્રાફીની વ્યાખ્યાનો ઉમેરો કરવાનો કાયદાકીય સુધારો બુધવારે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મેન્યુઅલ કરવામાં આવ્યો હતો.

બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા કાયદાકીય સુધારા મુજબ કોઈપણ ડિજિટલ તરફથી વિડીયો કે કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈમેજમાં જાતિય પ્રવૃતિ દર્શાવાતા પિકચરમાં કોઈપણ પ્રકારે બાળકની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને બાળપોનોગ્રાફીની વ્યાખ્યામાં સમાવી લઈ તેને સજાપાત્ર બનાવવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા આ સુધારાનો મુખ્ય હેતુ પોર્ન ફિલ્મમાં પુખ્તોની સાથે માત્રને માત્ર વિકૃત જાતિય આનંદ મેળવવા, આપવા, અપાવવા કે પૈસા રળવા માટે વિકૃત પોનોગ્રાર્ફીમાં બાળકોની ભૂમિકા દર્શાવતી પ્રવૃતિને ગેરકાયદેસર ગણીને પોનોગ્રાફીમાં બાળકોનાં ચિત્રનો ઉપયોગ કરવો પણ પોકસો ધારા અન્વયે સજાપાત્ર ગણવામાં આવ્યો છે.

વર્તમાન સંસદીય સત્રમાં પોકસોનાં આ સુધારા મુજબ કોઈપણ વ્યકિત દ્વારા પોર્ન સાહિત્યમાં કોઈપણ રૂપમાં બાળકની તસવીરો અને બાળકનું પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગ કરાયો હોય કે કોઈપણ રૂપમાં બાળકની તસવીરોનો પોર્નમાં ઉપયોગ કરવા અંગે પકડનાર વ્યકિત જો પોતાના કોમ્પ્યુટરમાં કે વિજાણુઓમાં બાળકોની તસવીરોવાળી પોર્ન ડેટા હટાવવામાં કે ડિલિટ કરવામાં વિલંબ કરશે કે કસુરવાર પુરવાર થશે તો તેની ઉ૫ર પાંચ હજારથી દસ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમની વધુમાં વધુ જોગવાઈનો અવકાશ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

જાન્યુઆરી મહિનામાં પ્રથમવાર સંસદમાં મુકાયેલા આ બિલમાં ગુનો આચરતા પકડાયેલાઓ માટે ૧ થી ૫ હજારનો દંડ રાખવામાં આવ્યો હતો. પોનોગ્રાફીની આ પ્રવૃતિમાં પકડાયેલા આરોપીઓને ત્રણ વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. બાળકોની તસવીરોવાળી પોર્ન ફિલ્મમાં વિડીયો કિલપનું વેચાણ અને વિતરણ કરનારને પણ સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

બાળ દુષ્કર્મના વધતા બનાવોને કાબુમાં લેવા સુપ્રીમ કોર્ટમાં ‘સુઓમોટો

દેશમાં વધતા જતાં બાળકો પરના દુષ્કર્મ અને જાતિય અત્યાચારોની ધટનાઓને નિયંત્રણમાં રાખવા માટે સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી ‘સુઓ મોટો’રીટની ગત શુક્રવારે હાથ ધરેલી સુનાવણી બાળકો પરના બળાત્કાર અને જાતીય અત્યાચારના ગુનાઓમાં સંપૂર્ણપણે કાબુમાં લાવવા અને આવા બનાવો શુન્યત: ઝીરો ગેલરેન્સ કરવા માટે રાષ્ટ્રીય જવાબદારીના માહોલ ઉભો કરવા કવાયત હાથ ધરાઇ છે.

કુમળી વયના બાળકો પર દુષ્કર્મ અને બાળકોપર  કરવામાં આવતા જાતિ અત્યાચારો પર મીડીયામાં ચમકતા અહેવાલ અને ઘટનાઓને ઘ્યાનમાં લઇ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ સુઓમોટો પર સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે દેશભરમાં પહેલી જાન્યુઆરી સુધી નોંધાયેલા  આવા બનાવોની તપાસ કર્યા પહોંચી છે. અને આવા બનાવો બન્યા બાદ એફઆઇઆર, નોંધવામાં કેટલો સમય લેવામાં આવ્યો અને ચાર્જશીટ અને ટ્રાયલ કોર્ટમાં કયારે આવા બનાવા સુનાવણી માટે હાથ ઉપર લેવાયા તે અંગેનો સંપૂર્ણ અહેવાલ આપવા આદેશ કર્યો છે.

દેશભરની તમામ હાઇકોર્ટમાંથી આ કેસ અંગેનો  અહેવાલો મંગાવી ન્યાયતંત્રમાં આ ગુનાઓની કાયદાકીય પ્રક્રિયામાં કેવી સ્થિતિ છે. ચાઇલ્ડ પાનોગ્રાફી અને જાતિ અત્યાચારો અને બાળકો પરના દુષ્કર્મ જેવા અત્યાચારોને ઝીરો ટોલ રન સુધી લઇ જવા અને બાળકોને આવા અત્યાચારો સામે ન્યાય અપાવવા આપણે શું કરી શકીએ છીએ? તેના મનોમથન વચ્ચે ભારતના સંવિધાન માં બાળકોની સુરક્ષા અને આત્મસન્માન ના અધિકારોનું પાલન કેવી રીતે થાય છે. તેની ભુમિકા અંગે ન્યાયતંત્ર એ ચિંતા વ્યકત કરી છે.

દેશભરમાંથી મળેલા આંકડાઓ મુજબ આ વર્ષે ૧ જાન્યુઆરી થી ૩૦ જુન સુધીમાં દેશમાં બાળકો પર દુષ્કર્મની ૨૪૨૧૨ એફઆઇઆર નોંધાઇ છે. જેમાંથી ૧૧૯૮૧ હજુ પ્રારંભિક તપાસના દાયકામાં છે. જયારે ૮૩૩૩૧ કેસમાં પોલીસે ચાર્જશીટ મુકી છે. માત્ર ૬૪૪૯ કેસમાં જ સંપૂર્ણ કાનુની કાર્યવાહી થઇ છે. હજુ ૪૮૭૧ કેસો ચાલી રહ્યા છે અને માત્ર ૯૧૧ કેસમાં જ કોર્ટ કોઇ નિર્ણય લીધો છે. એટલે કે કુલ કેસના ૪ ટકા કેસમાં જ ન્યાયિક ઉકેલ આવ્યો છે.

ઉતરપ્રદેશમાં સૌથી વધુ બાળજાતીય અપરાધના ૩૪૫૭ કેસો નોંધાયા છે. જેમાંથી ૫૦ ટકા એટલે કે ૧૭૭૯ એફઆઇઆરમાં હજુ તપાસ ચાલે છે. મઘ્યપ્રદેશ બીજા ક્રમે ૨૩૮૯ કેસો નોંધાયા છે. જેમાં ૧૮૪૧ કેસમાં એફઆઇઆર અને ૨૪૭ કેસની ટ્રાયલ પણ થયેલી છે. આ ઉપરાંત અન્ય રાજયોમાં રાજસ્થાનમાં ૧૯૯૨, મહારાષ્ટ્રમાં ૧૯૪૦, પ.બંગાળમાં ૧૫૫૧, છત્તીસગઢમાં ૧૨૮૫, કર્ણાટકમાં ૧૭૩૩, ગુજરાતમાં ૧૧૨૪, તામિલનાડુમાં ૧૦૪૩, કેરલમાં ૧૦૧ર, ઓરીસ્સામાં ૧૦૦૫, તેલંગાણામાં ૯૨૮, આસામમાં ૯૦૪, અને નાગાલેન્ડમાં સૌથી ઓછા ૯કેસ નોંધાયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.