Abtak Media Google News

રામનામ સુખ સર્જે છે, પૂણ્યદાન શાંતિદાયક છે, તીર્થયાત્રા મંગલકર્તા છે, બ્રહ્મનિષ્ઠાથી હૃદય પવિત્ર બને છે, કોઈપણ રાષ્ટ્રની ઉન્નતિ માટે આ બધું આવશ્યક છે

મુખમ પવિત્રમ યદિ રામનામ, હસ્તમ પવિત્રમ યદિ પૂણ્યદાન

Advertisement

ચરણમ પવિત્રમ યદિ તિર્થયાત્રા, યજ્ઞમ પવિત્રમ યદિ બ્રહ્મનિષા

જે રામનામ રટતું નથી તે મુખ પવિત્ર નથી. અથવા તો, જે પ્રભુનું નામ લેતુ નથી તે મુખ અપવિત્ર છે.

જે પૂણ્યદાન કરતા નથી તે હસ્ત પવિત્ર નથી.

જે તિર્થયાત્રા કરતા નથી તે ચરણ પવિત્ર નથી.

જયાં બ્રહ્મનિષ્ઠા નથી તે યજ્ઞ પવિત્ર નથી.

વળી આ બધુ ન હોય તો મનુષ્ય મનુષ્ય જ કયાં રહ્યો ? અને મનુષ્ય મનુષ્ય જ ન હોય તો તે પશુતા જ આમરે

ભાગવત કથા અર્થપૂર્ણ મનુષ્યનું મહાત્મ્ય વર્ણવે છે.

જેના મુખમાં પ્રભુનું નામ હોય એવા. જેના હસ્ત પૂણ્યદાન કરતા હોય તેવા, જેના ચરણ તિર્થયાત્રા કરતા હોય તેવા અને જે બ્રહ્મમનિષ્ઠ હોય તેવા લોકો જ અર્થપૂર્ણ મનુષ્યો છે. એવું ભાગવતનું કથન છે.

આપણા દેશને અર્થપૂર્ણ મનુષ્યોની ખોટ છે.

એનું કારણ રાજનેતાઓ અને રાજકર્તાઓ છે.

યથા રાજા, તથા પ્રજા કારણ કે તે રામનામ લેતા નથી. આપણા રાજનેતાઓનાં મુખ પવિત્ર નથી. તેમના હસ્ત પવિત્ર નથી. કારણ કે તે પૂણ્યદાન કરતા નથી તેઓ વિદેશોમાં સારી પેઠે જાય છે. અને મોજમજા તેમજ એશઆરામ કરે છે. પણ તિર્થયાત્રા કરતા નથી તેઓ લેશમાત્ર બ્રહ્મનિષ્ઠ નથી.

આપણા દેશના રાજકીય રંગરાગ તરફ નજર કરતા એ વાત ઉપસી આવે છે કે, આ દેશમાં રાજનેતાઓ તથા રાજકારણીઓ કાં તો ભાગવત સપ્તાહનું શ્રવણ કરતા નથી. એમાંની કથાઓને અર્થપૂર્ણ ગણતા નથી કે ઉપકારક માનતા નથી. તેમના ઉપર ભાગવત કથા કે રામાયણની કથાની કરી જ અસર થતી નથી.

આપણા દેશમાં સેંકડો વખત ભાગવત કથાના આયોજન થઈ ચૂકયા છે. અને લાખો લોકોએ એનું શ્રવણ કર્યું છે. પરંતુ નેતાઓના અને મનુષ્યોનાં હૃદય-મન ઉપર તેની ઈચ્છિત અસર થતી હોવાનું પ્રમાણ સાંપડતુ નથી.

આ દેશના રાજનેતાઓ ભાગવત કથામાં વર્ણવેલા ઉપદેશોને ધોળીને પી જાય છે. તેઓ ભગવાનના આપણા દેશમાં રાજનીતિ અને ધર્મ લગભગ અડોઅડ રહ્યા છે. રાજકીય અને સામાજીક પ્રવાહો પણ એકબીજાની અતિ નિકટ રહેતા આવ્યા છે.

૧૯૧૪માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા અને ગુજરાતમાં પોતાના જીવન કાર્યનું કેન્દ્ર સ્થાપ્યું તે પછીનાં રાષ્ટ્રીય પ્રવાહમાં સ્વાતંત્ર્ય સંગ્રામને સાંકળતા સત્વતત્વોની છાંટ ભળી હતી. સત્ય, અહિંસા, સત્યાગ્રહ, બંધુત્વ વગેરેનું ઓજસ એમાં ભળ્યું હતુ. ભારતમાં લોકમાન્ય ટિળકના અવસાન પછી દેશને સ્વતંત્રતા માટે જાગ્રત કરવાની જવાબદારી ગાંધીજી ઉપર આવી પડી હતી ૧૯૨૧થી ગાંધી યુગનું પરોઢ પ્રકાશવા માંડયું હતુ.

ગાંધીજીએ ભારતની વિરાટ જનતા પર પોતાના ઉંચા જીવન આદેશ વડે અને પોતાના તપોમય જીવનથી પ્રભાવ પણ પાડયો હતો. તેમણે રાજકારણ, શિક્ષણ, ધર્મ, સાહિત્ય, સમાજ એમ દરેક ક્ષેત્રને તેમણે નવી જીવંત દ્રષ્ટિ આપી હતી. ગુજરાતના ભાવના શાળી જુવાનો, જેમાના કેટલાક કવિ હતા. ગાંધીજી વિચારધારાના રંગે રંગાયા હતા. ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના મંચ ઉપરથી સાહિત્યકારોને અને કલાકારોને લોકો સમજી શકે અને સ્વતંત્ર્ય સંગ્રામના યુગલક્ષી પ્રવાહમાં જોડાવાની પ્રેરણા પામે એવું સાહિત્ય સર્જવાનો અનુરોધ કર્યો હતો.

૧૯૩૦ થી ૧૯૪૦ દશકામાં ગુજરાતની કવિતાસમૃધ્ધિનો સારો એવો વિકાસ થતો અને તેમાં મધ્યકાલીન કવિતાના અંશો તથા અર્વાચીન કવિતાના અંશો નવા રૂપે પ્રગટ થયા હતા.

ગાંધીજીના પ્રભાવથી અને તેમણે આપેલી નવી જીવન દ્રષ્ટિથી કવિઓ આપણી સંસ્કૃતિ પ્રત્યે વધુ અભિમુખ બન્યા હતા તેમણે સામાન્ય માનવના ઉદયના મનોભાવો તેમને સમજાય તથા સ્પર્શે તેવી સરળ ભાષામાં અને જાગરૂકતાનાં ધ્વનિમાં તેમનું કાવ્ય સાહિત્ય પીરસવા તરફ વળ્યા.

ગાંધી યુગની કવિતામાં કલ્પનાનાં ઉડ્ડયનો ગયા અને તે વખતના સમાજનું યથાર્થ દર્શન કરાવે એવો નકરો વાસ્તવવાદ પ્રતિબિંબિત થતો ગયો. સુંદરમ, મેઘાણી, ઉમાશંકર જેવા કવિઓએ તેનું બરાબર ચિત્ર તેમની કવિતાઓમાં વિકસાવ્યું.

ઉમાશંકરે તેમની એક કવિતામાં દર્શાવ્યું ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મકણી ન લાધશે…

સુંદરમે લખ્યું ઉઠાવ ઘણ ઓ ભૂજા, ધણુંક ધણુ ભાગવું…

જુગતરામે લખ્યું. ‘એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી’.

મેઘાણીએ લખ્યું: ‘ઘણ રે બોલે ને એરણ સાંભળે.’

મહાદેવભાઈ દેસાઈએ લખ્યું: ‘તારી જોહાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે’

કવિવર નાનાલાલે લખ્યું. ‘મારા કેસરભીના કંટા, સિધાવો જી રણવાટ’.

મેઘાણીએ લખ્યું; ‘નથી જાણ્યું અમારે મારગે શી આફત ખડી છે. ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.

મેઘાણીએ ‘સિંધુડો’ લખીને મડદાને બેઠા કર્યા…

નર્મદે લખ્યું: ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે…’

ત્રિભુવન વ્યાસે લખ્યું: ‘નહિ નમશે, નહિ નમશે, નિશાન, ભૂમિ ભારતનું…’

ચંદ્રવદન મહેતાએ લખ્યું: પ્રભો, છંકારી દે સફળ જગ તારા ઉદધિમાં!’

આમ ગુજરાતના કવિઓની કલમો રણે ચઢી… ‘કોઈ કહેજો કોયલડીને કહેજો કે ગાણાં ન ગાય… સ્વાધીન સ્વાતંત્ર્ય સૂર્ય હિન્દ પ્રકાણે ને ગુલામી બેડીઓ ભેદાય, કોઈ કહેજો કોયલડીને કહેજો કે ત્યારે એ ગાય…!’

આમ સ્વતંત્રતા સાંપડી…

સ્વરાજ આવ્યું, સુરાજય ને રામરાજય ન આવ્યું…

કવિ સુંદરમ અકળાયા…

‘કોટા ભગત’નાસ્વાંગમાં એમણે મધુર વાણીને ‘કડવી વાણી’માં ફેરવી નાખી.

સત્તાધીશો અને શાસનકર્તાઓ પ્રત્યેની કડવાશને તેમણે ‘હરિ’ ઉપર ભગવાન ઉપર ઉતારી અને લખ્યું: ‘હવે હરિ વૈકુંઠ જાઓ રે, દેશે દેશે તને દીધો જાકારો… જુગના જુગ તને રાખી જોયો હવે કામ તારૂ અહી શું છે?’

‘નવ નવ અવતાર પછી પણ ધરતીનોશો દિ વળ્યો છે? પાપના સ્વાર્થમાં અંધ હતા. એમની વચ્ચે કુસંપ હતો એ કારણે બાજ નજરના વિદેશી લૂંટારાઓને તો જાણે મોકળુ મેદાન મળી ગયું હતુ. આવીકરૂણ પરિસ્થિતિના વખતે આ પ્રતાપી દેશભકતે બધા રાજયોને એક કરીને અને રાજાઓને સમજાવીને એ વખતના હિન્દનો રાજકીય નકશો બદલાવી નાખ્યો હતો. વિલુપ્ત થયેલી રાષ્ટ્રભકિતને પૂન: સજીવન થવાની અસાધારણ મથામણ કરી હતી.

એમણે ચંદ્રગુપ્તમાં તેજસ્વી નેતાનું દર્શન કર્યું, કુશળ રાજપુરૂષનું અને યુગાંતર સર્જે એવા દેશભકતનું દર્શન કર્યું.

ચંદ્રગુપ્તેને તૈયાર કરતી વખતે તેમણે એવું કહ્યું હતુ કે દેશમાં એકતા ખતમ થઈ છે જાણે આકાશ ફાટયું છે.

આપણે ફાટેલા આકાશને સાંધવાનું છે. તમારે દિગ્ગજ ચંદ્રગુપ્તે જાણે ચાણકયશાસ્ત્રીની દિક્ષા લઈ લીધી! કહો કે કંઠી જ બંધાવી !

ભારતના આજસુધીના ઈતિહાસમાં જે આર્ષદ્રષ્ટા નિર્લેપ, નિ:સ્વાર્થ ત્યાગી તેમજ વિરલ કહી શકાય તેવા નીડર તથા પ્રખર દેશહિત ચિંતકો થઈ ગયા. તેમાં શ્રી કૃષ્ણ પછી ચાણકયનું જ નામ આવે ! તેમણે દેશમાં સ્વદેશપ્રેમ, નીડરતા અને નિર્ભેળ રાજસત્તાના સિધ્ધાંતનું સિંચન કર્યું.

ચાણકયે તેમની વિચક્ષણતા અને પ્રતાપીપણું કામ લગાડીને નવા યુગની હવા સર્જી, પરિવર્તનની ઝાલર રણઝણાવી સાચા અને સૂરવીર લોકોને એક કર્યા સજજનતા અને શૂરવીરતાને એકત્ર કરી લોભી, અક્ષમ્ય જૂલમી, મતિ વિલાસી, ઉધ્ધત અને અભિમાની સમ્રાટ ધનનંદને હરાવ્યો. હટાવ્યો અને ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડી યોગ્ય દોરવણી આપી… સુયોગ્ય મંત્રી વિના રાજકર્તાનો નાશ જ થાય એ તેમણે પ્રતિપાદિત કર્યું જોત જોતામાં તેમણે માતૃભૂમિને એક અખંડ સૂત્રમાં બાંધી આપી.

આમ તે ભારતનો ભાગ્યવિધાતા બન્યો અને સફળ રાજનીતિનો તથા દૂરદેશીનો એક મૂલ્યવાન ખજાનો પણ મૂકી ગયો…

એ દિગ્ગજ રાજપુરૂષ હતો.. દિગ્ગજદેશ ભકત હતો.. જયાં સુધી હું આ લંપટ તેમજ દુષ્ટ રાજકર્તાનો નાશ ન કરૂ ત્યાં સુધી ન તો હું આ શિખાને ન બાંધીશ કે ન તો ચેનથી બેસીશ.

આ પ્રતિજ્ઞા નાનીસુની ન હતી તો પણ તેણે પાળી બતાવી હતી.

આજે કોણ પ્રતિજ્ઞાઓ પાળે છે? દેશભકિત વગરનો રાજનેતા શું કામનો? જે દેશભકત જ ન હોય એવા કોઈ રાજકીય પક્ષના નેતા કેમ બનાવાય?

રાષ્ટ્રભકિત અને રાજકીય પક્ષ પ્રત્યેની ભકિતની વચ્ચે ચઢિયાતી તો રાષ્ટ્રભકિત જ…

આ દેશને એવા નેતાની જરૂરત નથી કે જે માત્ર રાજગાદી હાંસલ કરવાની જ ચિંતા કરે અને એને લગતી જ ચતુરાઈ દાખવી. આ દેશને તો આજની ઘડીએ એવા દિગ્ગજ માઈના પૂત રાજપુરૂષની જરૂર છે કે જે આ દેશના આંગણે કંકુના પગલા થઈને અંકાઈ જાય અને ફાટેલા આકાશને સાંધી દે ! દેશની એકતામાં ઉંડીને આડી ઉભી તિરાડ એટલે ફાટેલુ આકાશ !

કંકુના પગલા થઈ અંકાય એવા રાજપુરૂષ એટલે દેશમાં સુવર્ણયુગ સર્જવા સોક્રેટીવ અને ગાંધીની જેમ જાગે તથા જગવે એવા મહામાનવ…

Whereas-The-Leaders-Hands-Feet-And-Hearts-Of-The-Politicians-Are-Not-Pure-There-Is-A-Meadow-Of-Violence-And-Corruption-And-The-Great-Privilege-In-The-Country-Political-Parties-Carry-Out-A-Campai
whereas-the-leaders-hands-feet-and-hearts-of-the-politicians-are-not-pure-there-is-a-meadow-of-violence-and-corruption-and-the-great-privilege-in-the-country-political-parties-carry-out-a-campai

આવા યુગપુરૂષ-રાજપુરૂષ કયાં છે?

કયાંથી આવશે?

કોણ આપશે?

કેવ રીતે સંશોધશે?

ઉઘાડા વાંસા અને ઉઘાડા ડિલે ભમતી અને માંડ માંડ ફાટેલા ફૂટેલા કસ્બાઓમાં દેશની લાજ આબરૂને સાચવતી-સંઘરતી ગરીબડી ચીથરેહાલ સ્ત્રીઓ મહિલાઓ પર આ દેશને સત્વર જોઈતા માઈના પૂત સૃજવાની આ કેવી જવાબદારી !

વતનની આબરૂના મુદેય ભેગા નહી બેસતા રાજગાદીના ભૂખ્યા આપણા નેતાઓ અને રાજકીય પક્ષોનાં ખેરખાઓમાં વતન પરસ્ત માઈનોપૂત કોણ છે, લ્યો ગોતી દયો!

આ ટકોર ઘણા લોકો માટે અણગમતી બનશે. પરંતુ એમાં નિ:સંદેહ ઘણુ ઘણું ગંભીર છે.

દેશના રાજકીય રંગરાગ તરફ નજર કરીએ તો આંખોમાં આંસુ જ નહી. લોહી આવે એવું ચિત્ર ઉપસે છે. રાજગાદીલક્ષી વિરોધને રવાડે ચઢવાનું અને એમ કરીને સર્જકતાને તથા વિધાયકતાને તોડવા ફોડવાનું આ દેશને હવે લેશ માત્ર પોસાય તેમ નથી.

વિરોધ પક્ષો વિધાયક સુચનો કરે, એ કબૂલ અને રાષ્ટ્રીય બળ આપે એવી ટીકાઓ કરે તેય કબૂલ પરંતુ એવા કેટલા નેતાઓ છે કે પંચતારક હોટલોમાં ખાણુ લેતા લેતા કોઈ વાર દેશના દરિદ્રી ભાંડુઓને યાદ કરે અને મિઠાઈના કોળિયા ગળે ઉતારતા અટકી જાય?

દેશના કેટલાક નેતાઓ ભરપેટે પાન ચાવતા ચાવતા ભારતની દરિદ્રતા અને ગરીબીની રેખા નીચે જીવતા દેશના કરોડો પુત્ર પુત્રીઓ વિશે ચર્ચા કરે છે ત્યારે નરી ભાષણબાજી જ કરતા ધૂતારા સમા ઉપસી આવે છે. હમણા સુધી દરિદ્રતા અને ગરીબાઈ હટાવવા અંગે આપણે ઘણી સભાઓ ભરી, ઘણા પરિસંવાદો આયોજયા, ઘણા ભાષણો ઠોકયા, પુષ્કળ પ્રવચનો સંભળાવ્યા અને વચનોના કપટ રચ્યા. આ બધુ કરતી વખતે મોતની તથા પરમાત્માની નારાજગીની બીક લાગવી જોઈતી હતી પણ ન લાગી. અસુરોએ આવી બીક રાખી નહોતી. એમનો વિનાશ થયો. હવે એ બંધ કરીએ, કશુંક બજુ કરીએ, શુધ્ધ વાણી વિલાસને ત્યાગીને કમશુધ્ધિને અપનાવીએ ત્યારે જ આપણે સાચા ભારતીય અને શૂરવીર માઈના પૂત કહેવાશું…

કંકુના પગલા થઈને અંકાવાનો આજ માર્ગ છે અને આજ મંત્ર છે. પરંતુ દેશનું વર્તમાન રાજકારણ અને દેશના નજીકના ભવિષ્યના રાજકીય પ્રવાહો ચાણકયે નિહાળેલી દેશની પરિસ્થિતિ જેવા જ છે. એમાં આપણા નવા રચાનાર પ્રધાનમંડળની અને નવી સરકારની છબી અંગે સવાલો ઉઠે છે. ભાજપમાં સિનિયર નેતાઓની સરિયામ બાદબાકી વિષે આરએસએસની ચૂપકીદી એની સત્તાવાહિકતા બુઠ્ઠી થયાની ચાડી ખાય છે. કેટલીક મહત્વની બાબતોમાં આંતરિક ખેંચતાણ અને અભિપ્રાયભેદ ભેદની ટકકર ન આવી પડે તો જ નવાઈ !

પુંજ ખડકાતા રહ્યા છે અધર્મ એક ધારો વધતો રહ્યો છે. પહેલો અવતાર ભૂંડનો લીધેલો ત્યારે ધરાને પ્રલયમાં ડુબતી બચાવી હતી એના કરતા એને ડૂબવા દીધી હોત તો અત્યારના જેવી પંચાત જ ન રહેતને? પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરીને પાપનો ભાર ઘટાડયો હોવાનું કહેવાય છે ! કોયા ભગતનાં સ્વાંગમાં પોતાની હૈયા વરાળ ઠાલવતા આ કવિએ કહ્યું છે: ‘પાપે દટાઈ જો હોત પૃથ્વી તો નાવત ધરમની ઘાડો. ‘રામ થઈને રાવણને માર્યો તેમાંય શો ફાયદો? ના રામ રહ્યા. ના રાવણ રહ્યો વીરોનો વંશ નાહક ઉખડી ગયો !’

માનવ સમાજ પ્રત્યેનો ધર્મ બજાવવા કોયા ભગતે આવી કડવી વાણી કીધી છે!

આપણે આપણા દેશની વર્તમાન સ્થિતિનું લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં પૃથકરણકરતી વકતે સુંદરમ્ જેવા મહાકવિએ કોયાભગતનાં સ્વાંગમાં જે કાઈ કહ્યું છે તેમા તેમની જ ભાવના સાથે, સૂરપૂરાવીએ છીએ.

શું આપણો દેશ અને સવા અબજ જેટલી પ્રજા આવી જ પીડા અનભુવતી નથી? ભગવાન પ્રત્યે રીસ ઠાલવતા જેવું સુંદરમ્ જેવું દૈવત તો આપણે કયાંથી કાઢીએ? છતા આપણી બળતરા કોયા ભગતથી જરીકય ઓછી નથી એમ જો સાચું જ બોલવું હોય તો કહેવું જ પડે એમ છે.

માણસ જન્મ્યો છે. એને જીવવું છે. જીવના માટે આ બધા વચ્ચેય જીતવું પણ છે. પાપ કરીને કે પાપ કર્યા વગ, ધર્મ પાળીને કે અધર્મ આચરીનેય જીવવું પડે તેમ છે.

આજના સ્થિતિ સંજોગોમાં માણસો ઈશ્ર્વરનો અવતાર થાય તે માટે લાયક નથી પ્રતિ વર્ષે ઈશ્ર્વરને જન્માવે છે. બધા જ અવતારને સ્વરૂપમાં જન્માવે છે. તો પણ અધાર્મિકતાને દેશવટો આપી શકયા નથી. ભગવાનને જન્માવીને સવા અબજ જેટલી પ્રજાનો (મોટા ભાગે ગરીબડા અને ભલાભોળા લોકોનો શું શુકકરવાર વળ્યો છે? દુનિયા બધી બગભગતોથી પીડાતી રહી છે. પાપ અને અધર્મ એને કોઠે પડી ગયા છે. અરે, પ્રધાનો પાપ કરે છે. એના મળતિયા પાપા ચાર આચરે છે. એમની દુષ્ટતાથી કોયા ભગતની જેમ આખો દેશ વાજ આવી ગયો છે. ધર્માચાર્યો એમની અડોઅડ દંભ આચરે છે. મતિભ્રષ્ટતાએ માઝા મૂકી છે.

આ બધુ વિચારતા એક વાત નિશ્ચિત થાય છે કે, જયાં સુધી રાજનેતાઓનાં મુખ, હસ્ત, ચરણ, હૃદય અને મન પવિત્ર નહિ બની જાય ત્યાં સુધી મતિભ્રષ્ટતા યથાવત રહેશે અને દેશ નંદનવન નહિ બની શકે!

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.