Abtak Media Google News

ભારત સરકારના આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજયસભાના સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયાનો આજે જન્મદિવસ છે. 140 કરોડ દેશવાસીઓના આરોગ્યની સતત ખેવના કરતા મનસુખભાઈને આજે જન્મદિવસ નિમિતે વડાપ્રધાન મોદીએ ખાસ શુભકામનાઓ પાઠવી હતી. દેશ-વિદેશમાંથી તેઓ પર શુભેચ્છાનો અનરાધાર વરસાદ થઈ રહ્યો છે.

Advertisement

સંગઠનના માણસ ગણાતા એવા ગોહિલવાડના વતની મનસુખભાઈ માંડવીયાએ પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી સુપેર ભેર નિભાવ્યા બાદ તેઓની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખી ગુજરાતથી રાજયસભામાં મોકલવામાં આવ્યા હતા. કેન્દ્રની મોદી સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે કાબેલીદાદ કામગીરી કર્યાબાદ વડાપ્રધાને તેઓના કામની કદર કરતા કેબીનેટ મંત્રી બનાવ્યા હતા. અને કોરોનાના કપરા કાળમાં આરોગ્ય મંત્રાલય જેવું મહત્વપૂર્ણ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા.કોરોના સામેની લડાઈમાં તેઓ સફળ રહ્યા અને વેકસિનેશનની કામગીરીમાં પણ સવાયા સાબિત થયા.મનસુખભાઈ હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગુડબુકમાં છે.
આજે જન્મદિવસ નિમિતે તેઓને ખુદ વડાપ્રધાને શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે અને સતત સફળતા ના શિખરો સર કરે તેવી અઢળક શુભકામના ‘અબતક’ પરિવાર પાઠવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.