Abtak Media Google News

બંને મહાનુભાવોએ અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં ભકિતભાવ સાથે શીશ ઝુકાવ્યું

 

અબતક,રાજકોટ

દાન અને પૂણ્યના મહાપર્વ મકર સંક્રાંતિના શુભદિને ભાજપના ચાણકય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદવાદના જગ વિખ્યાત જગન્નાથજી મંદિર ખાતે શીશ ઝુકાવ્યું હતુ અને ત્યારબાદ ગૌમાતાનું પૂજન કર્યું હતુ બંને મહાનુભાવોએ પોતાના પરિવારજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

ઉતરયાણના પર્વમાં ભારતીય સંસ્કૃતીમાં ગાય માતાઓને લીલોચારો અને જરૂરીયાતમંદ લોકોને દાન આપવાનો મહાત્મય છે. જે પરંપરાને નિભાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાલે સવારે અમદાવાદ સ્થિત જગન્નાથજી મંદિરમાં ભકિતભાવ સાથે પૂજા અર્ચના કરી હતી.

ત્યારબાદ ગૌ માતાનું પૂજન કરી ઘાસનું નિરણ કર્યું હતુ. તેઓએ મંદિરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતુ. મંદિર વિસ્તારમાં વસવાટ કરતા સેવા વસ્તી પરિવાર અને જરૂરત મંદ લોકોને મીઠાઈનું વિતરણ કર્યું હતુ.

દરમિયાન ગઈકાલથી બે દિવસ માટે માદરે વતન ગુજરાતની મૂલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે પણ ગઈકાલે જગન્નાથજી મંદિર ખાતે ગૌ માતાનું પૂજન કર્યું હતુ. મંદિરમાં દર્શન કર્યા હતા. અને સંતોના આશિર્વાદ પણ લીધા હતા.

બંને મહાનુભાવોએ પોતાના પરિવારજનો તથા નજીકનાં સગા સ્નેહીજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.