Abtak Media Google News

હાલ ભારત પ્રતિ વર્ષ 35 મિલિયન ટન યુરિયાની આયાત કરી રહ્યું છે

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત વર્ષ 2025ના અંત સુધી યુરિયાની આયાત કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે પરંપરાગત યુરિયા અને નેનો-લિક્વિડ યુરિયાનું સ્થાનિક ઉત્પાદન દેશની વાર્ષિક માગને પહોંચી વળવા માટે પૂરતું હશે. ત્યારે 2 લાખ કરોડના ખાતરની સબસીડીનું ભારણ પણ ઘટશે. હાલમાં દેશનું યુરિયા ઉત્પાદન 260 લાખ ટન છે, જ્યારે સ્થાનિક માગને પહોંચી વળવા લગભગ 35 મિલિયન ટનની આયાત કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 2025ના અંત સુધીમાં ભારત યુરિયા માટે આત્મનિર્ભર બની જશે  અને આયાત પર સહેજ પણ નિર્ભર રેવાસે નહીં.  યુરિયા અને નેનો યુરિયાનું સ્થાનિક ઉત્પાદન માગ કરતાં વધી જશે.

મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ નેનો યુરિયા સારી રીતે અપનાવી છે જે ખૂબ જ પ્રોત્સાહક છે. તેમણે કહ્યું કે પ્રવાહી પોષક તત્વો જમીનની તંદુરસ્તી જાળવવા તેમજ પાકની ઉપજ વધારવામાં અસરકારક છે. મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આયાતમાં ઘટાડાથી સરકારને વાર્ષિક અંદાજે 40,000 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચશે. એટલુંજ નહીં  યુરિયાના ઉપયોગથી જમીન, પાણી અને વાયુ પ્રદૂષણને અસરકારક રીતે ઘટાડી શકાશે. જે ઉત્પાદન અને વપરાશ બંને સ્તરે રાસાયણિક ખાતરોના ઉચ્ચ ઉપયોગને કારણે થાય છે.

બીજી તરફ રસિયા અને યુક્રેન વચ્ચે જંગને ધ્યાને લઇ સરકાર માટે ખાતર સબસીડીનું બિલ 2.2 લાખ કરોડ સુધી પહોંચી જશે.

જે અત્યાર સુધીનું સૌથી મોટું બિલ હશે. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે સબસીડી વધારવામાં આવી છે. સરકારે ફોસફેટીક અને પોટેસિક ખાતર માટે 51875 કરોડ રૂપિયાની સબસીડી જાહેર કરી છે. હાલ આંતરરાષ્ટ્રીય ભાવ વધતા રાબી ઋતુ માટે સરકાર 1.39 લાખ કરોડની સબસીડી આપવાનો નીર્ધાર કર્યો છે. ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપતી કંપનીઓને નાણાકીય સહાય આપવા સરકારે જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.