અજાણતા ધાર્મિક લાગણી દુભાવી એ ગુનો નથી : સુપ્રીમ

supreme court | national | government
supreme court | national | government

પોસ્ટરમાં ક્રિકેટર મહેન્દ્રસિંઘ ધોનીને ભગવાન વિષ્ણુના રૂપમાં દર્શાવવાનો મામલો  સુપ્રીમે આપી રાહત

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જ્યાં જુદા-જુદા ધર્મના વિવિધ લોકો વસે છે. આથી અન્ય ધર્મના લોકો પોતાના ધર્મનું ખંડન કરે છે. ધાર્મિક લાગણીઓને ઠેક પહોંચાડે છે વગેરે જેવા કેસો સામાન્ય છે. પરંતુ આવા સામાન્ય કેસો પણ ઘણીવાર ઉગ્ર સ્વ‚પ ધારણ કરી લેતા હોય છે. જે અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, દરેક વ્યક્તિને બોલવાનો અને વચારો વ્યક્ત કરવાનો બંધારણીય હક છે. આથી અજાણતામાં ધાર્મિક લાગણીઓ દુભાય એ કાયદાનો ગેરઉપયોગ કહી ગુનો ગણી શકાય નહીં.

ઇન્ડિયન પીનલ કોડની ધારા ર૯૫-એ હેઠળ કોઇપણ ધર્મ કે જ્ઞાતિ વિ‚ઘ્ધ બોલવુ અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવીએ ગુનો છે અને આ માટે ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ પીનલની જોગવાઇઓ મર્યાદિત રાખતા કહ્યું છે કે અજાણતામાં કે ભુલવશ ધાર્મિક લાગણીઓ દુભાવી હોય એ ગુનો નથી અને તે સજાની પાત્ર નથી.

ન્યાયધીશોની બેંચ દીપક મિશ્રા, એ.એમ.ખાનવિલ્કર અને એમ.એમ.સાંતાનાગોદરે કહ્યું કે, ઇરાદા વદર કોઇએ ધર્મ વિ‚ઘ્ધ કહ્યું હોય તો તેની સામે કોઇ એકશન લઇ શકાય નહીં. કોર્ટે આ મહત્વની સુનવણી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની પર થયેલા કેસ ઉપર કરી હતી.

સુપ્રીમ આંધ્રપ્રદેશની અનંતપુરની કોર્ટમાં ચાલી રહેલા ધાર્મિક ભાવના દુભાવવાના મામલાને રદ કર્યો છે.

જણાવી દઇએ કે, વર્ષ ૨૦૧૩માં મેગેઝીનમાં ધોનીની વિષ્ણુના ‚પમાં ફોટો છપાયો હતો જે બાદ તેના પર કેસ થયો હતો. મહેન્દ્રસિંઘ ધોનીને એક મોટી રાહત આપતા સુપ્રીમે કહ્યું કે, આ કેસમાં ધોનીએ જાણીજોઇને ધાર્મિક લાગણીઓ દુભાવી નથી.

માસ્ટર બ્લાસ્ટર ધોની ઉપરાંત, બોલીવુડના ઘણા અભિનેતા-અભિનેત્રીઓ પર આ પ્રકારના કેસ લાદ્યા છે. ફિલ્મ પીકેમાં ભગવાન શિવને રિક્ષા ચલાવતા બતાવાયા છે. જે ઉપર પણ કેસ છે.

ફિલ્મ ઓહ માય ગોડમાં હિંદુઓની ધાર્મિક ભાવના દુભાવવા પર અક્ષયકુમાર ઉપર રાજસ્થાનમાં કેસ થયો હતો. વર્ષ ૨૦૧૨માં શાહ‚ખ ખાન અને પત્ની ગોરી ખાનની વિ‚ઘ્ધ પણ કેસ થયો હતો.

આ બંને ઉપર સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં રાધા ઓન ધ ડાન્સ ફ્લોર ગીતને લઇને હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો.