Abtak Media Google News

ચેરમેન તરીકે ભાવનગરના સિનિયર ધારાશાસ્ત્રી અનિરૂઘ્ધસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન આર.એન.પટેલની નિયુકત

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગત કાલે રવિવારે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સહીત સાત હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં ભાવનગર સીનીયર ધારાશાસ્ત્રી અનિરુઘ્ધસિંહ ઝાલાની સર્વાનુમને બાર કાઉન્સીલના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા.10/07ને રવિવારના રોજ અમદાવાદ મુકામે જનરલ બોર્ડ ની મિટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે જુદા જુદા પદ ઉપર વરણીઓ કરવામાં આવી હતી.

બીસીજીના નવ નિયુક્ત હોદ્દેદારો અને સમરસ ગૃપના આગેવાનોની યાદી જોઈએ તો ચેરમેન તરીકે અનિરુદ્ધસિંહ ઝાલા, વાઇસ-ચેરમેન તરીકે આર. એન. પટેલ, ચેરમેન એક્ઝિક્યુટિવ પદે સી. કે. પટેલ, રૂલ કમિટી ચેરમેન તરીકે પરેશભાઈ જાની, જીએલએચ કમિટી ચેરમેન તરીકે દીપેનભાઈ દવે, ફાઇનાન્સ ચેરમેન પદે જીતેન્દ્ર ગોલવાલા, શિસ્ત સમિતીમાં પી. ડી. પટેલને નિમણુંક અપાઈ છે.

બી.સી.જી.ની સીપ્લીનરી કમિટીના ચેરમેન તરીકે સંજય વ્યાસની નિમણુંક

Img 20220710 Wa0069

રાજકોટ ના સીનીઅર એડવોકેટ સંજયભાઈ વ્યાસ ની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના કો – ઓપટ મેમ્બર તરીકે નિમણૂકબાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની તા.10/07/2022 ના રોજ અમદાવાદ મુકામે મળેલ જનરલ બોર્ડ ની મિટિંગ માં સર્વાનુમતે  રાજકોટ ના સીનીઅર એડવોકેટ સંજયભાઈ વ્યાસ ની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના કો – ઓપટ મેમ્બર તરીકે નિમણૂક કરી છે. સાથે ડીસીપ્લીનરી કમીટીના ચેરમેનની જવાબદારી સોંપીછે. સંજયભાઈ રાજકોટ બાર માં છેલ્લા 38 વર્ષ થી વકીલાત કરે છે અને રાજકોટ બાર માં અનેક વખત પ્રમુખ, સેક્રેટરી તરીકે સફળ કામગીરી બજાવી ચૂકેલ છે.

સંજયભાઈની આ નિમણૂકને બીજેપી લીગલ સેલ ના સંયોજક જે.જે.પટેલ, સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, દિલીપભાઈ જોશી, ગુજરાત બાર કાઉન્સિલ ના નવ નિયુક્ત ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, બીસીજી મેમ્બર અને પૂર્વ ચેરમેન મનોજભાઈ  અનડકટ, કિશોરભાઈ ત્રિવેદી અને બિસીજી ના તમામ સભ્યો એ, રાજકોટ બાર ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, લલિતભાઈ શાહી, પીયૂષભાઈ શાહ, કિરીટભાઈ પાઠક, કમલેશભાઈ શાહ, મનીષભાઈ ખખર, દીપકભાઈ અંતાણી, દિલીપભાઈ જોશી અને રાજકોટ ના મારા તમામ વકીલ ભાઈઓ અને બહેનો વિગેરે એ આવકારેલ છે. મારી નિમુનક કરનાર તમામ નો હાર્દિક આભાર વ્યક્ત કરું છુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.