Abtak Media Google News

જિલ્લામાં 580 અતિ કુપોષિત અને 2746 મઘ્યમ કુપોષિત બાળકોને સુપોષણ કીટનું રાજકોટ દુધ સંઘ દ્વારા વિતરણ

રાજકોટ દૂધ સંઘ સૌરાષ્ટ્રનો જુનો અને જાણીતો દૂધ સંઘ છે. આ દુધ સંઘ સાથે 850 દુધ મંડળીઓ અને પ0 હજાર દૂધ ઉત્પાદકો જોડાયેલ છે રાજકોટ દૂધ સંઘના અઘ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો સંઘ સાથે જોડાયેલા હજારો દુધ ઉત્પાદકોને દુધનાં પોષણક્ષમ ભાવો, પશુપાલનને લગતી ટેકનીકલ સેવા સાથે ઉત્પાદકોના આર્થિક અને સામાજીક ઉત્કર્ષ માટે કામગીરી કરી રહ્યો છે.

Kuposhan 1

આ ઉ5રાંત સામાન્ય જનહિતના કાર્યોમાં પણ નૈતિક જવાબદારી નિભાવે છે. આ નૈતિક જવાબદારીના ભાગરુપે રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે આ અભિયાનના સારા પરિણામોને કારણે જીલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જીલ્લાના 580 અતિ કુપોષિત અને 2746 મઘ્યમ કુપોષિત એમ કુલ 3326 કુપોષિણ બાળકોને સુપોષિત કરવાનાં ઉદેશથી સુપોષણ કીટ વિના મૂલયે વિતરણ કરવાના અભિયાનમાં રાજકોટ દૂધ સંઘને જન ભાગીદાર બનાવેલ છે. જીલ્લામાં આંગણ વાડીના 3326 બાળકોને વિના મૂલ્યે સુપોષણ કીટનું વિતરણ અભિયાન રાજકોટ દુધ સંઘ દ્વારા તા. 13-7-22 થી શરુ કરવામાં આવનાર છે.

રાજકોટ દુધ સંઘના અઘ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયાના નેતૃત્વમાં ગોડલાધાર તા. જસદણ મુકામે કુપોષિત બાળકોન સુપોષણ કીટ વિતરણની શુભ શરુઆત કરાવેલ છે. આ સુપોષણ કીટ વિતરણ પ્રસંગે રાજકોટના સંસદ સભ્ય મોહનભાઇ કુંડાલીયા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યાક્ષ ડો. ભરતભાઇ બોધરા, રાજકોટ દૂધ સઁઘના અઘ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, ગોડલાધર ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઇ ચાંઉ,  રાજકોટ ડેરીના મેનેજીંગ ડીરેકટર વિનોદો વ્યાસ અને અધિકારીની ઉ5સ્થિતિમાં કુપોષિત બાળકોને સુપોષણ કીટ વિતરણ કરવમાં આવેલ હતી. આ કુપોષિત કીટમાં પ00 ગ્રા શીગ, રપ0 ગ્રામ દાળીયા, રપ0 ગ્રામ ગોળ અને પ નંગ પ્રોટીન બારનો સમાવેશ થાય છે. આ પ્રસંગે હાજર આગેવાનઓએ કુપોષિત બાળકો વહેલાસર કુપોષણમાંથી બહાર આવી તંદુરસ્ત ભર્યુ જીવન જીવે તેવી પરમ કુપાળુ પરમાત્માને પ્રાર્થના કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.