Abtak Media Google News

ઉતરપ્રદેશમાં ભણતરના યાદવાસ્થળી

ઉતરપ્રદેશમાં હાલ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે પરંતુ યુપીમાં ભાર વગરનું ભણતર થઈ રહ્યું હોય તેમ ઘટના ઘટી રહી છે. પરીક્ષા ચાલુ થયાના પ્રથમ પાંચ દિવસમાં દસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા જતી કરી દીધી. તેનું કારણ જાણશો તો પણ અચંબિત થશો. પરિક્ષામાં ચોરીથી પાસ થતા વિદ્યાર્થીઓએ પકડાઈ જવાના ડરથી પરીક્ષા જ ન આપવાનું નકકી કરી લીધું.ઉતરપ્રદેશના ભણતરમાં યાદવાસ્થળીથી એક વાર્તા યાદ આવે છે. એક વખત બીરબલ ગામજનોને તળાવમાં દુધ નાખવાનું કહે છે પરંતુ બધા લોકો પોત પોતાની રીતે નકકી કરે છે કે હું એક લોટો દુધ નહીં નાખું તો શું થઈ જશે ? કાંઈ મારા એક લોટાથી તો તળાવ ભરાઈ જવાનું નથી ? આવી જ રીતે બધા લોકો વિચારે છે ? અને સવારે બધા જુએ છે તો તળાવ પાણીથી જ ભરેલું હોય છે ત્યારબાદ બધા લોકોની માનસિકતા છતી થઈ જાય છે.

યુપીમાં પણ કંઈક આવું જ છે.જણાવી દઈએ કે, પરીક્ષાઓમાં થતી ચોરીઓને સંપૂર્ણપણે અટકાવવા ઉતરપ્રદેશ સરકારે કડક નિયમો અપનાવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓ ચોરી કરી શકશે નહી અને તે ડરથી જ ૧૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આવતા વર્ષે આપવાનું નકકી કર્યું છે. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું છે કે, આવતા વર્ષે આવા કડક નિયમો ન હોય તો સારું, ઉતરપ્રદેશમાં પાંચ દિવસથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. આ પાંચ દિવસમાં દસ લાખ વિદ્યાર્થીઓ છનનન થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.