Abtak Media Google News

હિન્દુ ધર્મમાં ધરતી, જનની તેમજ ગૌમાતાનું ઋણ અદા કરવાનો સ્તૃત્ય પ્રયાસ: શ્રી કૃષ્ણની સદૈવ સાક્ષી રહે ગાયોની રક્ષા અંગે મહત્વનો કાયદો: સમગ્ર દેશની અસાધારણ ઘટના

ગુજરાતમાં અને અન્યત્ર દેશભરમાં પૂજનીય લેખાતી ગાયો અને ગૌવંશ દયનીય રીતે હડહડ ! તીર્થસ્થાનનું પાવિટય ધરાવતી ગૌમાતાઓની કંગાલિયત સમગ્ર રાષ્ટ્રની શરમ: ઉમદા આયોજનો થવા જોઈતા હોવાનો મત

હિન્દુ પૌરાણિક સંસ્કૃતિમાં ગાયને અતિપવિત્ર માનવામાં આવે છે. તેથી જ ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાની માન્યતા સાથે ગાયને માતા ગણીને પૂજન અર્ચન કરવામાં આવે છે. હિન્દુઓ માટે અતિ પવિત્ર ગણાતા ‘ગૌવંશ’ની છેલ્લા થોડા દાયકાઓથી માંસ માટે બેફામ પણે ગેરકાયદેસર રીતે કતલ થતી રહે છે. જેથી ગૌવંશની ઘટતી સંખ્યાથી ચિંતિત જીવદયા પ્રેમીઓ ‘ગૌવંશ’ની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા લાંબા સમયથી માંગણીઓ કરતા આવ્યા છે. જેને ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગ્રાહ્ય રાખીને રાજયમાં ગાયની કતલને પ્રતિબંધિત કરી છે. સાથે ‘ગૌવંશ’ સાથે ક્રુરતા બદલ આકરી સજાની જોગવાઈ કરી છે. ‘ગૌવંશ’ને બચાવવા આવા કડક કાયદાને હવે દેશભરમાં લાગુ કરવા ગૌ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ રાજય સરકારે ગાયોની કતલ નિષેધ કાયદા ૨૦૨૦ને કેબીનેટમાં બહાલી આપી હતી આ પ્રસ્તાવમાં ગૌ સુરક્ષા ગાયોની કતલ અને ગૌ સંબંધીત અત્યાચારો અટકાવવા માટે કડક જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાની જોગવાઈ મુજબ ગાયોને શારીરીક નુકશાન કરનારને ૭ વર્ષ સુધીની સજા અને ગાયની કતલ સંબંધીત ગુનામાં ત્રણ લાખની રોકડના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ગાયોની કતલ અટકાવવા માયે અને કાયદાને વધુ અસરકારક બનાવવા માટે આ જરૂરી હોવાનું કેબીનેટે નિર્ણય કરીને ૧૯૫૫ના ગૌવંશ નિષેધ કતલના કાયદાને વધુ અસરકારક બનાવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ ગૌવંશ કતલ નિષેધ કાયદાની કલમ ૫ મુજબ મુંગા અબોલ પશુઓનાં પરિવહન માટે સજાની જોગવાઈ છે. સાથે સાથે પ્રાણીઓમાં જીવનું જોખમ અને શારીરીક નુકશાન કે ગૌવંશને ખોરાક પાણી ન આપીને મોતના મુખમાં ધકેલવાનાં મનસુબાને પણ ગુનાહિત કૃત્ય ગણીને જે સજાની જોગવાઈ એક વર્ષની હતી તેને સાત વર્ષની કરવામાં આવશે. આ કાયદામાં કતલખાને ધકેલાતી ગાયોનો નિભાવ માટે વાહનની જપ્તીના સમયગાળાની એક વર્ષની જોગવાઈ અથવા તો ગાય કે અબોલ પશુઓની મુકિત થાય ત્યાં સુધીની જવાબદારી સુનિશ્ર્ચિત કરવામા આવી છે.

નવા કાયદાની જોગવાઈ મુજબ કાયદાનો ભંગ કરનારને બેવડા દંડ અને જો બીજીવાર ગુનો કરતા પકડાય તો તેની સામે આકરી કાર્યવાહીની જોગવાય કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ, કેબીનેટે ગાયોના કતલ પ્રતિબંધીત સુધારાને કેબીનેટની મંજુરી બહાલ કરવામાં આવી છે. દેશમાં ગૌવંશ કતલની પ્રકૃતિ સંપૂર્ણ પણે બંધ કરવામાં ઉત્તર પ્રદેશની જેમ સમગ્ર દેશમાં ગૌવંશ કતલ પ્રતિબંધીત ધારાને વધુ સુદ્દઢ બનાવવાની માંગ તે ઈચ્છનીય છે.

‘આર્યાવર્ત’થી હમણા સુધીનો ભરતખંડ હિન્દુધર્મને ગૌમાતથી જુદો પાડી શકયો નથી.

રાજકોટના શ્રી સદ્ગૂરૂ સદન-આશ્રમની ગૌશાળાના પુનિત સ્થળે ગૌમાતાનું મંદિર રચાયું છે, જયાં પૂજા-આરતી સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.

ગૌમાતા એ તિર્થસ્થાન છે.

બાળકૃષ્ણલાલે તો ગોકુળમાં નંદબાબા જશોદાને ત્યાં રહેતી વખતે ગોપાલ-ગોવાળ તરીકે કામગીરી બજાવી હતી.

બંસી બજાવતા કૃષ્ણની બંસરીના સૂરોથીગાયો સંમોહિત થતી હતી અને નિદ્રાવશ પણ થતી હતી.

પશુપાલન એ તો અત્યારે પણ મહત્વનો ધંધો રહ્યો છે.

યુ.પી. સરકારનું ગૌવંશની કતલ પર પ્રતિબંધ લાદતું પગલું આવકાર્ય હોવાનો કોઈ હિન્દુ ઈન્કાર કરી શકે નહિ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.