Abtak Media Google News

6 દિવસ પહેલાની ઘટનાનો ભેદ ઉકેલતી પોલિસ

રમજાન માસમાં રૂકશાના અને રહીશાએ પૈસા બનાવવા પ્લાન ઘડયો તો: રૂકશાનએ વૃઘ્ધાનું ઘર બતાવ્યું અરબાઝ અને આમીર ચોરીના ઇરાદે ઘરમાં ધુસ્યા અને રહીશાએ ભગાડવામાં મદદ કરી

શહેરના સ્મશાન રોડ પર આવેલી મેમણ સમાજ સંચાલીત બાગેમહીના કોલોનીમાં 6 દિવસ પહેલા વૃઘ્ધાના ઘરમાં ચોરીના ઇરાદે ધુસેલી બુરખા ગેંગની બે મહિલ સહિત ચારને ઝડપી લઇ ઘટના સ્થળે લઇ આગવી સરાભરા કરતા ચોરીની ઘટનાના વટાણા પોલીસ સમક્ષ વેરી નાખ્યા હતા.

શહેરમાં બાગે મહીના કોલોની ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા વૃઘ્ધા ફાતમાબેન હબીબભાઇ મેમણના ઘરમાં રોકડ રકમ અને સોનાની દાગીના હોવાની ચોકકસ બાતમીના આધારે સાંજે પાંચ વાગે મહિલા અને બે પુરૂષો માથે બુરખો પહેરી કોલોનીમાં પ્રવેશ્યા હતા. ઘરના દરવાજો મહિલાએ ખખડાવતા વૃઘ્ધા ફાતમાબેને દરવાજો ખોલતા બે બુરખા ધારી પુરૂષો ઘરમાં ધુસી જઇ સાથે આવેલી મહીલા રેંક કરવા બહાર ઉભી રહી હતી. પણ વૃઘ્ધાના ઘરમાં દેકારાનો અવાજ આવતા સામેના બ્લોકમાં રહેતા રજીયાબેને સમય ચૂકતા વાપરી બહારથી આગળીયો મારી દિધેલો બાદમાં આ બુરખાધારી ગેંગના સાગ્રીત અને રજીયાબેનની દિકરીએ બહારથી મારેલા આગરીયો ખોલી નાખતા બન્ને બુરખા ધારી શખ્સો ફરાર થઇ ગયા હતા.

પોલીસે વૃઘ્ધાના જમાઇ અને જુના કાપડનો ધંધો કરતા ઇરફામભાઇ આમદભાઇ હબીબભાઇ જુમાણી જાતે મેમણની ફરીયાદને આધારે તપાસમાં ધમધમાટ શરુ કરલો પી.આઇ. કે.કે. જાડેજા સમગ્ર કેસની જીણવટ ભરી તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ આ ઘટનાને ભેદ ઉકેલી જાણભેદુ બુરખા ધારી ગેંગનાની મહિલા અને સમગ્ર ઘટનાને અંજામ આપનાર રૂકશાના ઉર્ફે રૂકુ દિલાવર  હિંગોરાને રાજકોટથી ઝડપી લઇ આગવી ઢબે પુછપરછ કરતા સમગ્ર ઘટનાના પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા. અને આ ગેંગમાં પડદા પાછળ સામેલ રહીશા શકિલ બુખારી, આમીર ઉર્ફે અમુ રહીમભાઇ ધરાર, અને અરબાજ હુશેનભાઇ બુખારીને ઉઠાવી આગવી ઢબે સરભરા કરતા સમગ્ર ઘટનાનો પદાફાર્શ કરી નાખ્યો હતો. બુરખા ગેંગની મુખ્ય સાગરીત અને સમગ્ર ઘટનાનો અંજામ આપનાર રૂકશાના દિલાવર હિગોરાએ બહેન પણી રહીશાને રમઝાન માસમાં પૈસા બનાવવા માટે પ્લાન ઘડયો હતો. લાંબા સમયની તલાસી બાદ રહીશાએ પાડોશી રહેતા વૃઘ્ધા ફામાબેનના ઘરમાં રોકડ રકમ તેમજ સોનાના દાગીનાનો મોટો દલ્લો મળે તેમ હોય તેથી તેના ઘરમાં લુંટ કરવા અંજામ આપ્યો હતો.

બુરખા ગેંગની મુખ્ય સાગ્રીત ના પિતા દિલાવર અને તેના બન્ને ભાઇઓ અગાઉ ખુની હુમલા, ફાયરીંગમાં, અરબાજ દારૂ અને શહીરાના ઘરવાળો શકીલ બુખારી અગાઉ વરલી મટકામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે.

ચોરીના અંજામ સાથે વૃઘ્ધાના ઘરમાં ધુસેલી બુરખા ગેંગમાં ભેદ ઉકેલવા પી.આઇ. કે.કે. જાડેજાએ સમગ્ર ઘટનાના બારીકાઇથી અભ્યાસ કરી આરોપીને ગંધ ન આવે તે રીતે તમામ આરોપી ને ઝડપી લીધા હતા.

ગેંગના શખ્સો બાવળની જારીમાં ધુસી ગયા

લોકોમાં દેકારો થતાં બુરખા ગેંગના બન્ને પુરૂષો ભાગી સામે આવેલ બાવળની જારીમાં ધુસી ગયા હતા. પણ લોકો તેને ગોતવા જાળીમાં ધુસતા આરોપીઓ પોતાના બુરખા કાઢી લોકો ભેગા સાથે ભળી ગયા હતા. જાણે કોઇ બન્યુ જ નથી તેમ માની બજારમાં ફરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.