Abtak Media Google News

વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ: હાલત ગંભીર

કાલાવડ તાલુકાના બેડીયા ગામે એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ ઊંઘમાં બોલતો હોય અને ધુણતો હોવાની શંકાએ નવોઢાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ તાલુકાના બેડીયા ગામે રહેતા અને ખેતીકામ કરી પેટિયું રડતા રેશમબેન ગોવિંદભાઈ વસુનીયા નામના 22 વર્ષીય નવોઢાએ રતિભાઈ સોજીત્રાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે જાણ થતાં કાલાવડ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રેશમબેનના હજુ છ માસ પહેલા જ ગોવિંદભાઈ સાથે લગ્ન થયા હતા. પતિ ગોવિંદ ઊંઘમાં બોલતો હોય અને ધુણતો હોવાની શંકાએ ડરી જતા ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.