Abtak Media Google News

છ દિવસ પૂર્વે જૂની અદાવતમાં

પોલીસ સાથે ઝપાઝપીમાં એક અને બીજો ચકમો આપી રફૂચક્કર

ઉપલેટા શહેરમાં છ દિવસ પૂર્વે જૂની અદાવતમાં મુસ્લિમના બે જૂથ વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં થયેલી ફાયરીંગની ઘટનામાં પિતા અને બે પુત્રને અજમેરથી પોલીસે દબોચી લીધા છે. જ્યારે પોલીસ સાથે ઝપાઝપીમાં અને પોલીસને ચકમો આપી નાશી છૂટેલા બે શખ્સોને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી છે.

Advertisement

ઉપલેટા શહેરમાં છ દિવસ પહેલા રાત્રિના સમયે પંચહાટડી વિસ્તારમાં જૂની દુશ્મનાવટોને કારણે મિંયાણા અને સંધી જૂથ વચ્ચે થયેલ સરાજાહેર ફાયરીંગના ત્રણ આરોપીને જિલ્લા પોલીસે અજમેરમાંથી દબોચી લીધાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે બે શખ્સો પોલીસને જોઇ નાશી છૂટવામાં સફળ થયા હતા.

આધારભૂત વર્તુળમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે ઉ5લેટાના મુસ્લિમ વિસ્તારમાં આવેલ પંચહાટડી ચોકમાં ઘાતક હથિયારો દ્વારા પાંચ શખ્સોએ ચાર શખ્સો ઉપર ફાયરીંગ કર્યા હતા. જેમાં મુખ્ય આરોપી દિલાવર ઓસમાણ હિંગોરા, તેમનો મોટો પુત્ર મોહસીન દિલાવર હિંગોરા અને નાનો દિકરો અકરમ દિલાવર હિંગોરાને ગત રાત્રે જિલ્લા પોલીસની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અજમેરમાંથી દબોચી લીધા છે. જ્યારે સલીમ દલ પોલીસ સાથે ઝપાઝપી કરી નાશી છૂટ્યો હતો.

જ્યારે સોયબ સલીમ હિંગોરા પોલીસને જોઇ નાશી છૂટવામાં સફળ થયો છે. ભાગી છૂટેલા બંને શખ્સોને ઝડપી લેવા જિલ્લા પોલીસના આદેશથી ફરી ચક્રોગતિમાન કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.