Abtak Media Google News

સુદામા નગરીમાં શિવસેનાનું સંગઠન મજબૂત બનાવવા નવા હોદેદારોને સોંપાઇ જવાબદારી

પોરબંદર જિલ્લામાં શિવસેના મજબુત રીતે સંગઠીત થઈ રહી છે ત્યારે તેની બાઈક રેલી દરમિયાન વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા બાઈક રેલીનું સ્વાગત સાથે અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિશાળ સંખ્યામાં બાઈક અને કાર સાથે શિવસેનાની રેલી હિન્દુત્વના નારા અને ભગવા ઝંડા સાથે પોરબંદરના મુખ્ય માર્ગો પર ફરી વળી હતી, ત્યારે કમલાબાગ નજીક આ રેલીનું રાજપૂત સમાજના અગ્રણીઓ હિતેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જેઠવા, કૃષ્ણસિંહ જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા અને ગંભીરસિંહ જેઠવા તેમજ પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના યુવા અગ્રણીઓ શહેર મહામંત્રી દેવેન્દ્ર પંડ્યા, શહેર મંત્રી દેવવ્રતભાઈ જોષી અને અગ્રણી નિરવભાઈ દવે તથા જિલ્લા પ્રમુખ પ્રેમશંકરભાઈ જોષી, શૈલેષભાઈ જોષી અને અજયભાઈ શીલુ સહિતના અગ્રણીઓ દ્વારા અને ફૂવારા સર્કલ નજીક ગ્રામ્ય પંથકના વેપારી અગ્રણી જીતુભાઈ મજીઠીયા અને તેમની ટીમ દ્વારા શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકી, જિલ્લા પ્રભારી કલ્પેશભાઈ રાતડીયા અને પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી સહિતનાઓનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લા શિવસેનાની બાઈક રેલીનું અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા પણ સ્વાગત કરાયું હતું. ત્યારે ડોકટર બાબાસાહેબ આંબેડકરના પૂતળા નજીક જય ભીમના નારા ગુંળ ઉઠ્યા હતા.

પોરબંદર જિલ્લાની શિવસેનાની બાઈક રેલીનું સ્વાગત કરવા વિવિધ સમાજના અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો. ત્યારે મહેર યુવાનો, નવીબંદર ખારવા સમાજ અને પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

શિવસેનાની બાઈક રેલીનું કમલાબાગ સર્કલ ખાતે રાજેશભાઈ રાતડીયા, હરીશભાઈ ભુતિયા, વિનયભાઈ આગઠ અને હરીશભાઈ ઓડેદરા સહિતના મહેર યુવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું  ત્યારબાદ નવી બંદર ખારવા સમાજના પટેલ હરીશભાઈ તુંબડીયા, રાજેશભાઈ સલેટ, રમેશભાઈ સલેટ અને મોહનભાઈ ચામડીયા સહિતના અગ્રણીઓએ પણ શિવસેનાના અગ્રણીઓને હારતોરા કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આ રેલી સાગર સંસ્કાર હોલ ખાતે પહોંચતા પોરબંદર સમસ્ત ખારવા સમાજના પટેલ અશ્વિનભાઈ જુંગી, અનિલભાઈ અને પ્રકાશભાઈ તથા ધનજીભાઈ સહિતના પટેલો અને મુકાદમ જેન્તીભાઈ દ્વારા શિવસેનાના પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી, અશોકભાઈ થાનકી, નારણભાઈ સલેટ અને અશ્વિનભાઈ જુંગીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

રાજકોટના અગ્રણીઓ નિલેશભાઈ ચૌહાણ, સંજયભાઈ ટાંક, વંદનભાઈ ટાંક, ળતરાવ ખોબકર, રાજન દેસાણી, કૃણાલભાઈ મિસ્ત્રી અને ગોપાલ કુછડીયા સહિતના અગ્રણીઓ પહોંચ્યા ત્યારે પોરબંદર જિલ્લા શિવસેનાના અગ્રણીઓ દ્વારા તેમનું હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દ્રષ્ટિ અશોકભાઈ થાનકી, સંધ્યા નારણભાઈ સલેટ અને વિશ્વા ળજ્ઞેશભાઈ બારોટ સહિતની બાળાઓ દ્વારા પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી સહિતના અગ્રણીઓનું કુમકુમતિલક કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલીનો પ્રારંભ થયો હતો જેમાં બાઈક રેલી રિવર ફ્રન્ટથી જુના ફૂવારા સર્કલ ત્યારબાદ નવા ફૂવારા સર્કલ થઈ સાગર સંસ્કાર હોલ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યાં શિવસેનાના સદસ્યો માટે બેઠકનું આયોજન થયું હતું. જે બેઠકમાં ળમીભાઈ અડવાણી દ્વારા પોરબંદર જિલ્લાના હોદેદાર જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં જિલ્લા પ્રમુખ તરીકે અશોક થાનકી, જિલ્લા પ્રભારી કલ્પેશ રાતડીયા, જિલ્લા ઉપપ્રમુખ બકુલ બારોટ, પોરબંદર તાલુકા પ્રમુખ ભીમભાઈ બાપોદરા, તાલુકા ઉપપ્રમુખ અશ્વિન મેઘનાથી, શહેર પ્રમુખ અશ્વિન જુંગી અને શહેર ઉપપ્રમુખ નારણ સલેટ તથા વિદ્યાર્થી સેનાના જિલ્લા પ્રમુખ અર્જુન જાડેજાના હોદ્ાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જે તમામને પ્રદેશ કક્ષાાના હોદેદારોના હાથે શિવસેનાનો ખેંસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો બીળ તરફ જિલ્લા પ્રમુખ અશોક થાનકી અને જિલ્લા પ્રભારી કલ્પેશ રાતડીયા દ્વારા ળમીભાઈ અડવાણીને સન્માનિત કરી તલવારની ભેંટ આપવામાં આવી હતી તેમજ અશ્વિનભાઈ જુંગી અને નારણભાઈ સલેટ દ્વારા સૌરાષ્ટ્ર સંયોજક જયરાજસિંહ જાડેજાનું પણ તલવારની ભેંટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તો ભીમભાઈ બાપોદરા, અશ્વિનભાઈ મેઘનાથી, અર્જુન જાડેજા અને બિપીન પંડ્યા તથા બકુલભાઈ બારોટના હસ્તે અન્ય આગેવાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.