Abtak Media Google News

રૂ.75 હજારની રોકડ સાથે 13 પત્તાપ્રેમી ઝડપાયા

ઉપલેટાના જામટીંબડી ગામે અને ભાંખ ગામે ભાયાવદર પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા 13 પત્તાપ્રેમીને ઝડપી રૂ. 75 હજારની રોકડ કબ્જે કરી છે.

Advertisement

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ ઉપલેટાના જામટીંબડી ગામની સીમમાં આવેલી પ્રફુલ મનસુખભાઇ માકડીયાની વાડી નજીક જાહેરમાં જુગાર રમતા પ્રફુલ મનસુખભાઇ મકાડીયા, સમીર વલ્લભભાઇ માકડીયા, નિલેશ મગનલાલ મલ્લી, શૈલેષ હેમંતભાઇ ભૂત, રીકેન ચીમનભાઇ મલ્લી અને એકિત ડાયાભાઇ પટેલને રોકડ રૂ. 48,350 નો રોકડ સાથે તેમ જ ભાંખ ગામની સીમમાં મનોજ ગોરધનભાઇ કંટેસરીયાની વાડી પાસે જાહેરમાં પત્તા ટીચતા જેન્તી લખમણભાઇ કટેસરીયા, ચીમન ઉર્ફે મીનો નાથાભાઇ ચાવલીયા, હસમુખ નાનજીભાઇ કંટેસરીયા પ્રદિપસિંહ નાથુભા જાડેજા, ગોપાલ અરજણભાઇ મકવાણા, શૈલેષ સુખાભાઇ સોલંકી અને પ્રવિણ છગનભાઇ ભાલોડીયા નામના શખ્સોને ઝડપી રૂ. 27,250 ની રોકડ સાથે ભાયાવદર પોલીસે જડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.