Abtak Media Google News

૪૯ હજારની રોકડ સહાય આપી: અન્ય સમાજને નવો રાહ બતાવતું સિણોજીયા પરિવાર

મુળ ભાયાવદર અને હાલ ઉપલેટા સ્થિત રણછોડભાઈ સિણોજીયાનું અવસાન થતા તેમના પરિવાર દ્વારા અન્ય ખર્ચ કરવાને બદલે અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે ઉપલેટા આવેલ દિવ્ય જયોત વિકલાંગ સ્કુલના બાળકોને ભોજન કરાવી રોકડ સહાય અર્પણ કરી સમાજને એક નવો રાહ ચિંધેલ છે.

ઉપલેટાના પાટીદાર કડવા પટેલ સમાજના ગીરીશભાઈ અને મુકેશભાઈના પિતા રણછોડભાઈ લાલજીભાઈ સિણોજીયા ઉ.૯૨નું એકાદ માસ પહેલા અવસાન થતા પાટીદાર પરિવારે પિતાના અવસાન બાદ અન્ય ખર્ચ કરવાને બદલે પિતાએ ચિંધેલા રાહ પ્રમાણે જરૂરીયાતોને ઉપયોગી બનવું આ સુત્રને સાકાર કરવા સ્વ. રણછોડભાઈ શિણોજીયાના બંને પુત્રો ગીરીશભાઈ અને મુકેશભાઈએ ઉપલેટા શહેર આવેલ દિવ્યજયોત વિકલાંગ સ્કુલમાં રહેતા મંદબુધ્ધી અને વિકલાંગ બાળકોને શહેરનાં પ્રતિષ્ઠીત નાગરીકોની હાજરીમાં ભોજન કરાવી આ સંસ્થાને રૂપીયા ૪૭ હજારની સહાય કરી શિણોજીયા પરિવારે અન્ય સમાજને નવો રાહ ચિંધેલ હતો.

આ તકે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, છગનભાઈ સોજીત્રા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા, કહવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, ઉદ્યોગપતિ કિશોરભાઈ વૈષ્ણાણી પૂર્વ મંત્રી એન.પી. કાલાવડીયા, પ્રવિણભાઈ દલસાણીયા, અશોકભાઈ માકડીયા, અજયભાઈ જાગાણી, મનુભાઈ ઝાલાવડીયા, ગીરીશભાઈ આરદેશણા, અશોકભાઈ વડાલીયા, કેડી. સિણોજીયા સહિત વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો પત્રકારો ઉપસ્થિત રહી આ કાર્યને બિરદાવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.