Abtak Media Google News

તાજેતરમાં ૧૧મી માર્ચ સૌરાષ્ટ્રમાં ભાવનગર મુકામે ઓલ ઇન્ડીયા મેમણ જમાત ફેડરેશનની સૌરાષ્ટ્ર ઝોનનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં ઓલ ઇન્ડીયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલ મેમણ ઓફીસર દ્વારા સૌરાષ્ટ્રના મેમણ યુવાનો ફેડરેશનના પ્રમુખ ઇકબાલ મેમણ ઓફીસર દ્વારા સૌરાષ્ટ્રના મેમણ યુવાનો ફેડરેશનની વિવિધ કામગીરી અને સમાજ સાથે જોડાય અને સમાજની આવનારી પેઢી સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઇને સમાજ અને ફેડરેશનને સાથ સહકાર મળી રહે એવા હેતુથી સૌરાષ્ટ્રને ખાસ પ્રધાન્ય આપી ફેડરેશન દ્વારા યુથ વિંગ જાહેર કરવામાં આવી અને સૌરાષ્ટ્ર યુથ વિંગના પ્રમુખ તરીકે ઉપલેટાના યુવા મેમન અગ્રણી અને આકોલા ખાતે ડીઝાઇન ફેશનના વ્યવસાય સાથે સંકળાયેલા યાસીન આરીફ ડેડાની નિમણુંક કરવામાં આવી.

આ નિમણુંક ને ફેડરેશનના ડે.વા. પ્રેસીડેન્ટ ફિરોઝ લાકડીવાલા ડો. ડબાવાળા, એમ.એલ.એ. યુસુફ અબ્રાહની, અઝીઝભાઇ મચ્છીવાલા, ઇમરાન ફુટવાલા, ઇબ્રાહીમ મોતીવાલા, શાકીર બાટલીવાલા, ઇકબાલ પાટણવાળા, ઇરફાન માસ્ટર પાલનપુર, નાદીર નુચાવાલા, સુફીયાન અત્તરવાલા, કાદર પરફયુમવાલા, અનવર પીશોરી, રફીક ભોજાણી, હનીફ વાસાવડવાલા, ફારુક મેમન, રઝાક વર્ષાણી, લેડીઝ વિંગના રીઝવાના વાહીદ મુસાણી ઉ૫લેાના ધારાસભ્ય લલીતભાઇ વસોાયા, રાજકોટના ફારુક અ.ગફાર બાવાણી, ગોંડલના હાજી આસીફ ઝકરીયા, ધોરાજીના હાજી અફરોઝ લકડકુટા, ઉપલેટાના જુનેદભાઇ નાથાણી, નઇમભાઇ થારા, યુસુફભાઇ સોરઠીયા, હાજીભાઇ શીવાણી, હા. અમીનભાઇ વડવાળા, રીયાઝભાઇ તાલુ, હનીફભાઇ કોડી, ઇમરાનભાઇ ફુલારા, જે.સી. અલ્પેશ વોરા, નિરવ શાહ, ડો. ગુણવંત નાયક, હારુનભાઇ માલવીયા, હારુનભાઇ સમા, ઇરફાનભાઇ જુમાણી, સાદીક સુરીયા, ગુલામભાઇ ભાઠારા વગેરે આવકારી શુભેચ્છાઓ પાઠવેલ હતો.

નિમણુંક પામેલા યાસીન ડેડા નાનપણથી જ સમાજ, શિક્ષણ તથા રાજકીય ક્ષેત્રે ઉંડો રસ ધરાવે છે. તેઓ હાલમાં વાય.એમ.ઓ. ના પ્રેસીડેન્ટ: ઉપલેટા યુનાઇટેડ એજયુ. એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ગ્રાહક સુરક્ષા મંડળ જે.સી.આઇ. તેમજ ઉપલેટા ધોરાજી વિધાનસભા યુવા કોંગ્રેસ સહીત વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.