Abtak Media Google News

સપ્તાહમાં વિવિધ રાજદ્વારી મહેમાનો પધારી કથામૃતનું રસપાન કર્યું

ઉપલેટા લેઉવા પટેલ સમાજ દ્વારા પુરૂષોતમ માસ નિમિતે આયોજીત શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.૭ના રોજ પ્રારંભ થયો હતો. આવતીકાલે બુધવારે ચાર વાગે કથાની પૂર્ણાંહુતિ કરવામાં આવશે આ તકે લેઉવા પટેલ સમાજનું સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

9 6લેઉવા પટેલા સમાજ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વકતા પદે શોભા વડલાનિવાસી શાસ્ત્રી સુનિલ પ્રસાદ પંડયા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન સતત સાત સાત દિવસ સુધી વિશાળ સંખ્યામાં હાજર સત્સંગીભઈ બહેનોને કરાવેલ હતુ.

10 7 આ કથા દરમ્યાન દરરોજ રાત્રે મહિલાઓ દ્વારા સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવતો હતો સાથે સાથે વામન પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, શ્રીરમા પ્રાગટય, શ્રી કૃષ્ણ પ્રાગટય નંદ મહોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરીત્ર સહિતના વિવિધ ઉત્સવો ઉજવાય હતા આ કથામાં કેન્દ્રના પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયા પૂર્વ રાજયમંત્રી બળવંતભાઈ મણવર પીઆઈ એલ એલ ભટ્ટ અને પી.કાલાવડીયા, જસુબેન કોરાટ, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, નગરપાલીકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, યાર્ડના ચેરમેન માવજીભાઈ પટેલ, નગરપાલીકાના ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા સહિત વિવિધ સમાજના પ્રમુખશે સામાજીક સંસ્થાના આગેવાનોના ઉપલેટા લેઉવા પટેલ સમાજના પ્રમુખ, મંત્રી તેમજટ્રસ્ટીઓ દ્વારા શાલ ઓઢાડી ફુલહાર કરી સન્માન કરવામાં આવેલ હતુ.

આવતીકાલે કથાના અંતિમ દિવસે બપોરબાદ ઉપલેટા શહેરમાં વસતા લેઉવા પટેલસમાજના ભઈ બહેનો તેમજ આમંત્રીત મહેમાનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.