Abtak Media Google News

ઉપલેટા સમાચાર

ઉપલેટા શહેરમાં આવેલી સરકારી કોટેજ હોસ્પિટલમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ કાર્ય પૂર્ણ થઈ જતા નવજાત શિશુ સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીંયા બનેલ આ યુનિટમાં તાજા જન્મેલા બાળકોને, તેમજ નવજાત બાળકોને અનેક પ્રકારની સેવાઓ અને સુવિધાઓ મળી રહે તે માટે 10 બેડનું યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જેથી જિલ્લા લેવલ તેમજ મોટા હોસ્પિટલ લેવલે મળતી સારવારની સુવિધા ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મળવાની શરૂ થતા સૌ કોઈમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.Screenshot 2 5

ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં વર્તમાન સમયની અંદર ઘણા ખરા ફેરફારો ચાલી રહ્યા છે ત્યારે ઉપલેટા સિવિલ હોસ્પિટલની અંદર તાજા જન્મેલા બાળકો તેમજ અન્ય નવજાત બાળકોને જ્યારે જન્મતાની સાથે સારવાર લેવાની ખાસ જરૂર પડે છે ત્યારે બાળકને મોટા શહેરો કે મોટા હોસ્પિટલની અંદર શિફ્ટ કરી સારવાર માટે ખસેડવું પડે છે. Screenshot 1 7 આ બાબતને ધ્યાનમાં લઈને બાળકોને મોટા શહેર કે મોટી હોસ્પિટલમાં લઈ જવાને બદલે ઉપલેટા સિવિલ હોસ્પિટલ જ સુવિધાઓ મળે તેવા હેતુસર 10 બેડના યુનિટનું આયોજન કરવામાં આવ્યું હતું કે યુનિટ તૈયાર થતાં અને તેમનું કાર્ય પૂર્ણ થતાં આગેવાનો, અગ્રણીઓ, અધિકારીઓની હસ્તે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

કિરીટ રાણપરીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.