Abtak Media Google News

ઉપલેટા સમાચાર

ઉપલેટા શહેરમાં સમસ્ત આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આયોજન માટે છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. આ તૈયારીઓ બાદ ઉપલેટા શહેરના કૃષ્ણ કેક ઓઇલ મીલના ગ્રાઉન્ડ ખાતે વીસ નવદંપતિઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .Screenshot 12

જેમાં આ આયોજનમાં રાત્રી દરમિયાન યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવમાં આહીર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો પણ આ સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાયા હતા. અહિયાં હજારોની સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નમાં સહભાગી થઈ અને નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા.આ આયોજન અંતર્ગત  વીસ જેટલા નવદંપતીઓએ એકી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા .

કિરીટ રાણપરીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.