Abtak Media Google News

કેન્દ્રના બજેટ વિશે પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે બજેટ થી ખેડૂતો ઉપર કોઈ ખુશી આવી નથી. ખેડૂતોની અપેક્ષા પ્રમાણેનું બજેટ નથી. ખેડૂતોને એકર દીઠ ૨૦૦૦ રૂપિયા આપવાની જોગવાઈ સિવાય ક્યાંય ખેડૂતોને મદદ કરતું બજેટ નથી. બજેટ જોતા ખેડૂતોની આવક ભાજપ સરકારે બમણી કરવાની વાત કરી હતી. તેની કોઈ અસર બજેટમાં દેખાઈ નથી આંકડાઓની માયાજાળવાળુ બજેટ છે. આમ આદમીને કોઈ ફાયદાકારક બજેટમાં જોગવાઈ આપવામાં આવી નથી.

ગઈકાલે કેન્દ્રમાં ભાજપની સરકારે જે બજેટ રજૂ કર્યું તેને નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાએ જણાવેલ કે, આ બજેટમાં ગ્રામ્યના છેવાડાના અને મધ્યમ અને ગરીબ માણસની ચિંતા કરવામાં આવી છે. નાના માણસ ઉપર કોઈ પણ પ્રકારના વધારાનાં ટેક્ષ કે વેરા નાખવામાં આવ્યા નથી. નાના વેપારીઓ ગરીબ માણસોને આગળ લાવવાના પ્રયાસો આ બજેટમાં જોતા દેખાઈ આવે છે.

શહેરના સોના-ચાંદી એસો.ના અગ્રણી અને ડી.ડી.જવેલર્સ વાળા દેવેનભાઈ ધોળકીયાએ કેન્દ્રના બજેટ વિશે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે, ગઈકાલે કેન્દ્રના બજેટમાં સોના ઉપર અઢી ટકા જે આયાત ડયુટી નાખવામાં આવેલ છે તે સોનાના વેપારીઓ માટષ પડયા પર પાટા સમાન છે. હાલના સમયમાં સોનાના ભાવ એક ધારા વધી રહ્યાં છે તેને કારણે ઘરાકી ઓછી જોવા મળે છે. સોનાના ભાવ ગ્રાહકોને ઉંચા લાગે છે. ત્યારે વધારામાં કેન્દ્ર સરકારે અઢી ટકા આયાત ડયુટી વધારતા સોનાના ભાવ વધશે. ભાવ વધવાને કારણે ગ્રાહકો જે સોનાની ખરીદી કરતા હતા તે પણ હવે નહીંવત કરશે આને કારણે સોનાના વેપારીઓને વેપારમાં માર પડશે.

બજેટમાં માત્ર સરકારી આવક નહીં જોતા સમાજ ઉત્થાનને મહત્વ અપાયું છે: નીતા સોજીત્રા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર રજૂ કર્યું જેમાં પહેલી નજરે જોતા તમામ વર્ગને ન્યાય થયેલો જોવા મળી રહ્યો છે. પીવાનું સ્વચ્છ પાણી, સ્ત્રીઓ, ખેડૂતો અને નબળા તથા મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બનેલું બજેટ વ્યક્તિવિકાસની તકો વિશાળ બનાવશે એવું જોવાઈ રહ્યું છે. સાથો સાથ ઉચ્ચ વર્ગ પર વધતું કરભારણ આર્થિક સમાનતા લાવવામાં મદદરૂપ બની રહેશે એવી આશા સેવાઈ રહી છે.  આ બજેટમાં ડિજિટલ ગામડા અને ગ્રામ્ય ઔદ્યોગિકરણ પણ મુકાયેલા ભારને લઈને ગામડામાં વ્યવસાયની તકો વધશે. નાના વેપારીઓ માટે પેંશન જાહેર કરી ૩ કરોડ જેટલા નાના વેપારીઓને પેન્શન લાભના હક્કદાર બનાવ્યા છે. એકંદરે આ બજેટમાં માત્ર સરકારી આવક નહીં જોતા સમાજ ઉત્થાનને પણ મહત્વ અપાયું છે તેમ કવયિત્રી નીતાબેન સોજીત્રાએ જણાવ્યું છે.

Upleta-The-Sweet-Reaction-Of-The-Central-Budget-Is-Somewhat-Sweet
upleta-the-sweet-reaction-of-the-central-budget-is-somewhat-sweet

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.