Abtak Media Google News

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. સપા, બસપા અને કોંગ્રેસ સતત ભાજપ પર નિશાન સાધી રહી છે. સામે ભાજપ પણ સજ્જ બન્યું છે. જો કે કોની સરકાર બનશે તે તો ચૂંટણી બાદ જ નક્કી થશે. પરંતુ એક્ઝિટ પોલ પરથી કેટલીક બાબતો સ્પષ્ટ જણાય છે. ઓપિનિયન પોલમાં ભાજપ ફરી સત્તામાં આવી શકે છે તેવું સામે આવ્યું છે. જો કે સીટોના હિસાબે ભાજપને નુકસાન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 312 બેઠકો જીતનાર ભાજપને 2022ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 239-245 બેઠકો મળવાની સંભાવના છે. આટલી બધી બેઠકો સાથે ભાજપ પૂર્ણ બહુમતની સરકાર બનાવવામાં સફળ થઈ શકે છે.

403 બેઠકોની વિધાનસભામાં બહુમતી માટે 202 બેઠકો હોવી જરૂરી છે. સમાજવાદી પાર્ટી (જઙ) 119-125 બેઠકો સાથે બીજા સ્થાને રહી શકે છે. 2017ની સરખામણીમાં એસપી માટે આ એક ધાર હશે. 2017માં તેને માત્ર 47 બેઠકો મળી હતી. જ્યારે બસપાને માત્ર 19 બેઠકો મળી હતી. ઓપિનિયન પોલ અનુસાર બહુજન સમાજ પાર્ટી 28-32 સીટો વચ્ચે જીત મેળવી શકે છે. પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રયાસો છતાં, કોંગ્રેસ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં યુપીના મતદારોને પ્રભાવિત કરવામાં સફળ થતી જણાતી નથી.બુંદેલખંડ પ્રદેશમાં કુલ 19 બેઠકો છે, જેમાંથી ભાજપને 15-17 બેઠકો મળવાની ધારણા છે. સપાને 0-1 સીટથી સંતોષ માનવો પડી શકે છે. બસપાને 2-5 બેઠકો મળી શકે છે,

જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર 1-2 બેઠકો મળી શકે છે. દોઆબ ક્ષેત્રમાં ભાજપ કુલ 71 બેઠકોમાંથી 37-40 બેઠકો કબજે કરે તેવું અનુમાન છે. સમાજવાદી પાર્ટીને 26-28 બેઠકો મળી શકે છે, ત્યારબાદ બસપાને 4-6 બેઠકો મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર 0-2 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે.  પૂર્વાંચલની 92 બેઠકોમાંથી ભાજપને 47-50 બેઠકો મળી શકે છે, જ્યારે પૂર્વાંચલમાં સપાને 31-35 બેઠકો મળી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપને 40-42 બેઠકો, સપાને 21-24 બેઠકો વચ્ચે, બસપાને 2-3 બેઠકો વચ્ચે જીત મળે તેવી શક્યતા છે. અવધમાં 101 સીટો પર સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે મુકાબલો છે. સર્વેમાં ભાજપને 69-72, સપાને 23-26 અને બસપાને 7-10 બેઠકો મળી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 84 બેઠકો મળી હતી. બીજી તરફ સપાને માત્ર છ બેઠકો મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.