Abtak Media Google News

રજીસ્ટર્ડ થયેલા સ્ટાર્ટઅપને શરૂ કરનાર ઉદ્યોગ સાહસિકોને પ્રતિ માસ 20 થી 25 હજાર એલાઉન્સ પેટે આપવામાં આવે છે

અબતક, રાજકોટ

ગુજરાતમાં સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટ અપ પોલિસી પણ અમલમાં છે. દેશમાં વર્ષ 2019 સુધી આશરે  9 હજારથી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા હતા.  તેમાં પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અવલ ક્રમે આવ્યું હતું. પરિણામે  સ્ટાર્ટ અપ અને ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું.

વધુને વધુ યુવાનો સ્ટાર્ટઅપમાં પોતાની રુચિ કેળવે તેને ધ્યાને લઇ સરકાર સતત પ્રયત્ન કરી રહ્યું છે . જેથી તે  હેતુને ધ્યાને લઇ સમગ્ર સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને અનેક પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. ઈનોવેટિવ પ્રક્રિયા માટે રો-મટિરિયલ-સંશાધનો વગેરે માટે રૂ. 10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. એટલું જ નહિ, ઈન્કયુબેટર્સને પ0 ટકા સુધીની મૂડીસહાય, વાર્ષિક ત્રણ લાખ સુધીની માર્ગદર્શન સહાય તેમજ પાવર ટેરિફ અને ઇલેકટ્રીસિટી ડયૂટીમાં રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારના આ પ્રેરક અભિગમને પરિણામે સ્ટારઅપ કલ્ચરને વેગ મળ્યો છે અને ઈન્ક્યુબેટર્સની સક્રિયતા, સ્થાનિક યુનિવર્સિટીઓ, ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ માટે તેમના વિચારોને સંશોધનોને વાસ્તવિક સ્વરૂપ આપવાની તક પણ વિકસી છે. દેશની અર્થતંત્રને વિકસિત કરવા માટે ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ સર્જવી અત્યંત જરૂરી છે ત્યારે સરકાર વધુને વધુ દેશને વિકસિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી નવ યુવાનોને ઉદ્યોગસાહસિક બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.

સરકાર સિડ સપોર્ટ પેટે 30 લાખની સહાય આપે છે, સામે જો સ્ટાર્ટઅપની સમાજ ઉપર હકારાત્મક અસર જોવા મળે તો વધુ 10 લાખની સહાય આપવામાં આવશે

સ્ટાર્ટઅપ માટેની યોગ્યતા

  • સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહ દ્વારા તેમના ઇનોવેટિવ આઇડિયા અથવા તો તેમના ક્ધસેપ્ટને નોડલ સંસ્થા દ્વારા માન્યતા મેળવવી અનિવાર્ય.
  • નોડલ સંસ્થા તરીકે  કોઈપણ યુનિવર્સિટી અથવા તો સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓ , ઈંક્યુબેસન સેન્ટર, પબ્લિક સેક્ટર યુનિટ આરએન્ડડીસંસ્થાઓ કે જે ગુજરાતમાં કાર્યરત છે તેઓ મોડલ સંસ્થા તરીકે રહી શકે છે.
  • નોડલ સંસ્થામાં નોંધાયેલા રિસોર્સ વ્યક્તિ જ મેન્ટરની ભૂમિકા ભજવી શકશે.

શું સહાય મળી શકે છે

  • સ્ટાર્ટઅપ શરૂ કરનાર ઉદ્યોગસાહસિકોને પ્રતિ માસ 20 થી 25 હજાર રૂપિયાનું એલાઉન્સ મળશે.
  • એસએલઇસી સીડ સપોર્ટ રૂપે 30 લાખનો પ્રોજેકટ કોસ્ટની સહાય કરશે.
  • જે પ્રોજેકટને મંજૂરી મળી છે તેની અસર જો સમાજ ઉપર સારી પડે તેમ હોઈ તો વધુ 10 લાખની સહાય કરવામાં આવશે.
  • સ્ટાર્ટઅપ શરૂ કરનાર ઉદ્યોગસહાસિકો ને 1 ટકો વ્યાજ સબસીડી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.