Abtak Media Google News

ઘણાખરા લોકો આ મુદ્દે અજાણ મહારાષ્ટ્રમાં આ મુદ્દે  નિયમ અમલી

અબતક, નવીદિલ્હી

જીએસટી ને લઇ હજુ પણ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદભવી થતાં હોય છે જેમાં કઈ વસ્તુ માં કેટલા ટકા જીએસટી લાગુ કરવામાં આવે તેનો ખ્યાલ હોતો નથી ત્યારે સૌથી મોટી વાત એ પણ સામે આવી છે કે ચેરીટેબલ ટ્રસ્ટ અને જે ગ્રાન્ટ મળતી હોય છે તે પણ 18% જીએસટી માં સમાવેશ કરવામાં આવશે અંગેનો નિર્ણય મહારાષ્ટ્ર માં લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગ્રાન્ટ અથવા તો કોઈ પણ પ્રકારનું દાન મળતું હોય તે 18% જીએસટી ને પાત્ર છે અને તેની અમલવારી ખરા અર્થમાં થવી જોઈએ. પરંતુ શું આ જ પદ્ધતિ ગુજરાતમાં અમલી છે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે અને જો હા આ મુદ્દો ગુજરાતમાં પણ અમલી હોય તો ઘણા ખરા લોકો એવા છે કે જેને આ અંગેનો કોઈ નિયમ કે નિર્ણય ખ્યાલ નથી. એ આજના યુગમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં 50 સેવા કેન્દ્રો છે કે જ્યાં બાળકોને સાચવવામાં આવે છે તેમને ભણતર, ગાઈડન્સ, કપડા ,ખોરાક અને સ્વાસ્થ્યની તમામ ચીજ વસ્તુઓ નું ધ્યાન આપવામાં આવે ત્યારે તે વિષયમાં પણ જો કોઈ પણ પ્રકાર ની આવક સંસ્થાને ભાઈ હોય તો તેને પણ

જીએસટીના દાયરામાં સમાવવામાં આવશે. સૌથી મોટી વાત તો એ છે કે મહત્તમ લોકો આ મુદ્દાથી સંપૂર્ણ અજાણ છે ત્યારે જો આ પદ્ધતિને અમલીક બનાવવામાં આવે તો આ અંગેની મહત્તમ જાગૃતતા લોકોએ કેળવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.