Abtak Media Google News

ચીનને સાઈડલાઈન કરી ભારત સાથે વ્યાપાર સબંધો મજબૂત કરશે અમેરિકા

હાલ ભારત આર્થિક રીતે ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે જગત જમાદાર અમેરિકા પણ ભારત સાથે વ્યાપારિક સંબંધો વધુ ગાઢ બનાવવા માટે અનેકવિધ તખ્તાઓ તૈયાર કરે છે ત્યારે ફરી ચાલુ સપ્તાહમાં જ ભારતની મુલાકાતે અમેરિકા નું પ્રતિનિધિ મંડળ આવી રહ્યું છે કે જે ભારત સાથે બેલેન્સ ઓફ ટ્રેડ એટલું જ નહીં પરંતુ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટીની સાથે સર્વિસ સેક્ટરમાં વ્યાપારિક સંધિ કરશે.

અમેરિકા ભારત સાથે ખેતી ક્ષેત્રે પણ ઘણા ખરા કરારો કરે તેવી સંપૂર્ણ શક્યતા સેવાઇ રહી છે. હાલ સર્વિસ ક્ષેત્રમાં આબુ સ્થાન ધરાવી રહ્યું છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે અમેરિકા તરફથી ભારતને ઘણા ખરા કામો પણ મળે છે ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અમેરિકા ભારત સાથે દ્વિપક્ષીય કરાર કરી ચાઇના ને સાઈડ લાઈન કરે તો નવાઈ નહીં.

બીજી તરફ ભારત માટે પણ આર્થિક રીતે ખૂબ જ સારા દિવસો આવી રહ્યા છે કારણકે વિશ્વ આખું ચાઈના પાસેથી નહીં પરંતુ વિવિધ ક્ષેત્રે ભારત સાથે વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવી રહ્યા છે ત્યારે એપ્રિલ જૂલ નાણાકીય વર્ષ 2022 ની વાત કરવામાં આવે તો ભારતે અમેરિકામાં કુલ 21.67 બિલિયન ડોલરનું નિકાસ કર્યો છે જે આંકડો હજુ પણ આવનારા સમયમાં વધતો જોવા મળશે.

ખેત ઉપર જો જેવી કે કેરી અને દાડમ ના પણ વ્યાપાર અમેરિકા ભારત સાથે કરતું નજરે પડશે. આઈટી ક્ષેત્રની સાથો સાથ ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારત આબુ સ્થાન વિશ્વમાં ઊભું કરી રહ્યું છે ત્યારે ભારતની ગુણવત્તા યુક્ત સેવાઓના પગલે અમેરિકા સહિતના દેશો ભારત સાથે વ્યાપાર સંધિ કરવા માટે તત્પર બની રહ્યા છે જેનો સીધો જ ફાયદો ભારતની અર્થ વ્યવસ્થા પર જોવા મળશે અને કીમતી હૂંડિયામણ પણ આ તમામ કરારો રળી આપશે.

ભારત હાલ બેલેન્સ ઓફ ટ્રેડ ઉપર વધુને વધુ નિર્ભર રહે છે જેમાં ભારત નિકાસ પૂરતી માત્રામાં કરી આયાત ઉપર વધુને વધુ રોગ કઈ રીતે મૂકવામાં આવે તેના ઉપર પણ ચર્ચા વિચારણા કરી રહ્યું છે ત્યારે જો ભારત બેલેન્સ ઓફ ટ્રેડને સારી રીતે મૂલવી શકશે તો દેશની અર્થવ્યવસ્થામાં અનેક અંશે સુધારો જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.