Abtak Media Google News

સ્થાનકવાસી અને દેરાવાસીના પર્યુષણ એક સાથે તપ, ત્યાગ, ધર્મની આરાધના કરશે જૈનો

જૈન ધર્મમાં અનોખુ મહત્વ ધરાવતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો કાલથી એક સપ્તાહ સુધી દેરાવાસી જૈનસમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવશે. જૈન સમાજમાં સતત આઠ દિવસ સુધી તપ ઉપવાસની  આરાધનાનો પ્રારંભ થશે.

કાલથી વિવિધ દેરાસરોમાં દરરોજ સવારના સમયે જૈન મૂનિઓ દ્વારા વ્યાખ્યાન તેમજ જીનપુજા અને જીનવાણીના શ્રાવણ તેમજ વ્યાખ્યાન થશે તથા સાંજે પ્રતિક્રમણ અને ત્યારબાદ  આદેશ્ર્વર દાદા, વાસુપૂજય સ્વામી અને મહાવીર સ્વામીને વિવિધ અને વિશિષ્ટ ફુલો, ડાયમંડ, ચાંદી અને દિવડા શણગાર, કઠોળ  આવી રીતે વિવિધ આંગી કરી જૈનો બને છે મહાવીરમય.

જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન ગુરૂભગવંતોના વ્યાખ્યાનો ઉપરાંત તેમની નિશ્રામાં આરાધકો અઠ્ઠઈતપની આરાધનાનો પ્રારંભ કરશે.

પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ મહોત્સવ  ચૈત્ર સુદ તેરસના છે પરંતુ પર્વાધિરાજ  પર્યુષણ પર્વમા ભાવિકોની ઉપસ્થિતિ ધર્મ સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પર્યુષણનાં પાંચ દિવસ મહાવીર જીવન કવચન વાંચવાની પરંપરા ચાલે છે.

  • જશાપરમાં જય દ્વારકાધીશ પ્રવેશ દ્વારની ઉદઘાટન વિધિ

Untitled 1 Recovered Recovered 8

જશાપર સમસ્ત ગામના ઉપક્રમે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં ભારતીબેન  સુમતિબાઈ અજમેરા પરિવારના હસ્તે નવનિર્મિત જય દ્વારકાધીશ પ્રવેશ દ્વારની ઉદઘાટન વિધિ શૈલેશ, દીપ્તી શાહ, ચંદ્રવદન દેસાઈ, અમીશાવોરા, પ્રફુલભાઈ મોદી, હરેશભાઈ મોદી અને બહોળી સંખ્યામાં ગ્રામજનોના જય નાદે કરવામાં આવ્યું હતુ.

  • પર્યુષણ પર્વમાં રાજકોટમાં કતલખાના બંધ રાખવા કોર્પોરેશનનું જાહેરનામું
  • 24 થી 31 ઓગષ્ટ માંસ, મટન અને ચિકનના વેંચાણ કે સ્ટોરેજ પર પણ પ્રતિબંધ

જૈનોના પવિત્ર- પાવનકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આરંભ થઇ રહ્યો છે ત્યારે પર્યુષણ પર્વના આઠ દિવસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની હદમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નીમીતે તા. 24 થી 31 ઓગસ્ટ (દિવસ-8) સુધી રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓમાં બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ 1949 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેની નોંધ લેવા પણ તાકીદ કરવામાં આવી છે. શ્રાવણ માસના ચાર સોમવાર, જન્માષ્ટમી, ગાંધી જયંતિ, સાધુ વાસવાણી જયંતિ, રામનવમી સહીતના દિવસોમાં કતલખાના બંધ રાખવામાં આવે છે.

  • દારેસલામમાં શ્વેતાબેન પટેલની 30 ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા

0B690Da8 Aa78 4D61 8A15 60D17E81D534

દારેસલામ જૈન સંઘમાં પૂ. ધીરગુરૂદેવની અસીમ કૃપાથી રમીલાબેન શશીકાંત પટેલના પુત્રવધુ અને સ્મિતાબેન રોહિતભાઈ શાહની પુત્રી અ.સૌ. શ્ર્વેતા દીપેનકુમાર પટેલ 30 ઉપવાસ માસ ક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા કરી રહેલ છે. તા.1.9.22ના પારણા થશે. રંજનબેન જે.પટેલ વગેરેએ અનુમોદના કરી દરિયાપારની તપસ્યાને બિરદાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.