Abtak Media Google News

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન: સમાજમાં જેની પાસે છે અને જેની પાસે નથી આ ખાઇ દૂર કરવાં માટે ફાઉન્ડેશનના કાર્યો ઉપયુક્ત બનશે: મુખ્યમંત્રીએ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનનાં દાતાઓનું પણ જાહેર સન્માન કર્યું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમાજ ઉપયોગી અને સમાજ ઉત્થાન માટે સંપતિ વાપરવી તે ઇશ્વરીય કાર્ય સમાજ છે તેમ જણાવ્યું છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એન.આર.આઇ. સ્નેહમિલનમાં જાહેર સન્માનનો સ્વીકાર કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમાજમાં એક વર્ગ એવો છે જેની પાસે બધું જ છે અને એક વર્ગ એવો છે જેની પાસે કશું નથી. આ બે વચ્ચેની ખાઇ દૂર કરવા માટેના ઉમિયા ફાન્ડેશનનાં કાર્યો ઉપયુ્કત બની રહેશે.

રોજગાર, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, વર્કિંગ વુમન હોસ્ટેલ જેવાં કાર્યો કે જે સરકારે કરવાં જોઇએ તે પાટીદાર સમાજ કરવાં જઇ રહ્યો છે તેની તેમણે સરાહના કરી હતી.

તેમણે સંપત્તિ ઇશ્વરની કૃપા હોય છે તેમ જણાવી તેમણે કહ્યું કે, જ્યારે સંપત્તિ વ્યક્તિ માટે વપરાય તે ખરી શ્રીમંતાઇ છે. સમાજ માટે સંપત્તિ ખર્ચનારા હોય છે પરંતું યોગ્ય સંસ્થા મળતી નથી ત્યારે ઉમિયા ફાઉન્ડેશને તે તક આવી છે.

રૂ.૧૦૦૦ કરોડનાં ખર્ચે સાકાર થનારા ઉમિયા ફાઉન્ડેશન અને તેમાં બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એન.આર.આઇ. રૂપે ભામાશાઓ બેઠા છે ત્યારે ગુજરાતને કોઇ ચિંતા નથી. એન.આર.આઇ.નાં સથિયારે ગુજરાત વધુ ઉન્નત શિખરો સર કરશે તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવિત ઘણો મોટો છે ત્યારે દાતાઓની સખાવતથી જ આ કાર્ય સંપન્ન થશે.

વિશ્વભરનાં પાટીદારો માટેનું હબ અમદાવાદ બન્યું છે તેને ધ્યાનમાં લઇ આ ફાઉન્ડેશન અમદાવાદ ખાતે ખાતે આકાર લઇ રહ્યું છે. ત્યારે ગુજરાત બહારથી આવનાર દરેશ વ્યક્તિ ફાઉન્ડેશન તથા ઉમિયા મંદિર જોઇ અભિભૂત થાય તેવું કાર્ય સંપન્ન થાય તે માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં સંયોજક શ્રી સી.કે.પટેલે  ફાઉન્ડેશનની સ્થાપનાનાં હેતુ અને ઉદ્દેશની રૂપરેખા આપી હતી.

પ્રસ્તાવિત વિશ્વ ઉમિયાધામની દ્રશ્ય દ્રાવ્ય પ્રસ્તુતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ઉર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ, ધારાસભ્યો સુરેશભાઇ પટેલ, હસમુખભાઇ પટેલ, ભૂપેન્દ્રભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, આર.ડી.પટેલ, મહેશ પટેલ પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ટ્રસ્ટ્રીઓ, હોદ્દેદારો, એન.આર.આઇ. પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.