Abtak Media Google News

સૌપ્રથમ વખત લાઈટ એન્ડ સાઉન્ડ ઈફેકટ લેસર શોનું સંયોજન

વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શક્તિનો નાશ વિ.હિ.પ. – બજરંગદળ – દુર્ગાવાહીની દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષ્ાસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉચામાં ઉચા રાક્ષ્ાસના પુતળા બનાવવાની તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. આગામી દશેરના દિવસે તા.0પ/10/ર0રર ને બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે 7-00 કલાકે રાક્ષ્ાસોના પુતળાનું દહન કરાશે તથા ભવ્ય આતશબાજી કરવામાં આવશે.

દર વર્ષની માફક આ વર્ષે પણ રાક્ષ્ાસ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્થળે આકાશમાં નયન રમ્ય રંગોળી રચાશે. આ વર્ષે ખાસ શીવાકાશી તામીલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની અવનવી વેરાયટીઓ જેવી કે ર40 રંગીન ફેન્સી શોટ, ર40 રંગીન મલ્ટી મ્યુઝીક શોટ, 100 મ્યુઝીકલ કલર શોટ, 100 મલ્ટી મ્યુઝીકલ કલર શોટ, 100 કલરફુલ શોટ, પ0 મ્યુઝીકલ ફેન્સી કલર શોટ, પ0 ફેન્સી સાયરીંગ મ્યુઝીક શોટ તેમજ પ000 ફુટ ઉપર ફુટી શકે

તેવા   આતશબાજી જોઈને બાળકો સહિત મોટેરા તમામ આનંદીત થઈને જુમી ઉઠશે. બાળકોની ઉત્સાહભરી કીલકારીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠશે. દર વર્ષે પ્રજાજનો સ્વયંભૂ રીતે જ પૂતળાદહન અને આતશબાજી જોવા માટે ઉમટી પડે છે. તેમજ લેસર લાઈટ દ્વારા ડીમ શોના અદભૂત દ્રશ્યો જેમાં ફોગીગ દ્વારા લેસર શો કરવામાં આવશે. તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્બીનેશન કરી આ લેસર શો કરવામાં આવશે.

આ સમગ્ર આયોજન રાજકોટ શહેરની તમામ જનતા માટે રાખવામાં આવેલ છે જેનો લાભ લેવા વિ.હિ.પ. રાજકોટ મહનગર તરફથી સર્વેને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.