Abtak Media Google News

અપના હાથ જગન્નાથ

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, દાતા, સામુહિક શ્રમદાનથી 13 ચેકડેમો રીપેર કરવાનુ પ્રેરણાદાયી પગલું

જળ એજ જીવન… વરસાદનુ વહી જતુ પાણનું સંચય થાય તો પાણીની કયારેય તંગી ન રહે કાગદડીમાં પાણીની તંગીની સમસ્યા દુર કરવા હયાત ચેકડેમ રીપેરીંગ કરવાની જરુરીયાત માટે જનચેતના જાગી અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દાતા વસંતભાઇ લીંબાસીયાના સહયોગથી 13 ચેકડેમો સજીવન કરાયા સિવાય માટે એક મહિનાનું પાણીના જળ વૈભવે જગતના તાતને ખુશખુશાલ કરી દીધા છે.‘અબતક’ ની મુલાકાતે આવેલ રમેશભાઇ શંખાવરા, વલ્લભભાઇ લીંબાસીયા અને જગદીશભાઇ નસીતે જણાવેલ કે ગ્રામજનોના શ્રમદાનથી ગામના 13 નકામા બની ગયેલા ચેકડેમ રીપેરીંગ કરવામાં આવતા તમામ ડેમોમા પાણી જમા થતા ગામનું જળ વૈભવ નીખરી ઉઠયું છે. અને શિયાળ માટે 1 મહીના વધુ ચાલે એટલું પાણી મળતા ખેડુતો ખુશખુશાલ બની ગયા છે.

રાજકોટ જિલ્લાના મોરબી રોડ પર ના કાગદડી ગામે વર્ષોથી બનેલા ચેકડેમો જર્જરીત હાલતમાં હોય અને તૂટેલા અને સરકારમાં અનેક રજુઆત થયેલી પણ કોઇપણ કારણોસર  રીપેન ન થતા, અને આવા સમયે ખેડુતોને ચેકડેમની ખુબ જ જરુરીયાત હોય કારણ કે જો ચેકડેમ હોય તો જ પાણી રોકાય અને પાણી રોકાય તો ખેડુતો તે પાણીની ઉત્પાદન સારું લઇ શકે. પાણીના અભાવે આજે દિવસે દિવસે ખેતી ભાંગતી જાય છે.રાજકોટના ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દીલીપભાઇ સખીયાએ ટીમ સાથે રુબરુ સર્વે  કરીને ચેકડેમ રીપેર કરવા અને ઊંચા ઉપાડવા માટે દાતાઓને વિનંતી કરતા રાજકોટના વૃંદાવન ડેરી અને રાધિકા રેસ્ટોરન્ટના માલીક દાતા વસંતભાઇ લીંબાસીયા  દ્વારા ચેકડેમો રીપેર કરવા અને ઊંચા લેવા માટે ફંડ દાનમાં આપેલ જેનાથી ગીગગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા માત્ર ચાર દિવસમાં 13 ચેકડેમોનું કાર્ય પૂર્ણ કરેલ.

આ કામ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગામના આગેવાનોએ તથા ગામ લોકો બધા સાથે મળીને ચાલુ વરસાદના વાતાવરણમાં પૂર્ણ કરેલ. જેથી બધા ચેકડેમો ઓવરફલો થઇ અને જમીનની અંદર ખુબ પાણી સંગ્રહ થયેલ જેનાથી ખેડુતોનું અને દરેક જીવજંતુ, પશુ-પંખીઓ તેમજ પ્રકૃતિનું મોટું રક્ષણ થશે. જયારે ગામ લોકોએ ઉઘોગપતિ, દાતાશ્રીનો અનેગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું સન્માન કરી બિરદાવેલ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.