Abtak Media Google News

મહાનગરપાલિકાના સહયોગથી યોજાનાર નિ:શુલ્ક વેકિસન કેમ્પ એક દિવસ લંબાયો

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલકોના પ્રશ્નોને વાચા આપતા જાગૃત સંગઠન તરીકે કાર્યરત છે. દેશભરમાં દરેક ક્ષેત્રમાં કોરોના વોરિયર્સને તબક્કાવાર અગ્રતા મુજબ રસીકરણના કાર્ય ઉપરાંત હવે 45 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરીકને વેક્સિનેશન થનાર છે, ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા  મહાનગરપાલીકાના સહયોગથી શહેરની ખાનગી શાળાઓના 45 વર્ષથી વધુ ઉંમરના 3500 જેટલા સંચાલકો, શિક્ષકો તથા કર્મચારીઓ માટે તા. 25 અને 26 ના રોજ બે દિવસીય નિ:શુલ્ક વેક્સીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ એક દિવસ એટલે આવતીકાલ સુધી લંબાયો છે.

Advertisement

Vlcsnap 2021 03 26 13H02M01S380

આ અંગે વધુ વિગતો આપતા મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી ગાઇડલાઇન મુજબ હવે 45 થી વધુ ઉમરના નાગરીકોને રસીકરણ થવાનું છે, ત્યારે સ્વનિર્ભર શાળાઓના અંદાજે 3500 જેટલા સંચાલકો, શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓને વેક્સિનેશન કરાવાનું બીડું રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઝડપવામાં આવ્યું છે. જેની પૂર્વ તૈયારી રુપ રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓની ઉંમર પ્રમાણેની યાદી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાઓ દ્વારા તૈયાર કરી લેવામાં આવી હતી. આ કેમ્પ ખાનગી શાળાના સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓ માટે તદ્દ્ન નિ:શુલ્ક રહેશે. આ કેમ્પ અત્યારે યોજવો એટલા માટે જરુરી હતો કારણકે હાલમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે, તા. 10 એપ્રિલ બાદ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની વિચારણા હોય આ સમય દરમિયાનમા વેક્સિનેશન કાર્ય થવાથી જ્યારે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી વધી જશે, કોરોનાનો ભય થોડા અંશે ઘટી જશે અને શિક્ષણ કાર્ય અવિરતપણે ચાલી શકશે.

અત્રે એ ઉલેખનીય છે કે હાલમાં રાજયની દરેક શાળામાં 70% જેટલા શિક્ષકો 45 વર્ષથી ઓછી ઉંમરના હશે, ત્યારે સરકારી શાળાઓના શિક્ષકોની જેમ જો સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને પણ કોરોના વોરિયરમાં શામેલ કરીને વેકસિનેશનમાં અગ્રતા આપવામાં આવે તો શાળામાં ઓફલાઇન શિક્ષણને વધુ સુરક્ષા પ્રાપ્ત થશે અને વિદ્યાર્થીઓ પણ સલામત બનશે. રાજકોટમાં ખાનગી શાળાના શિક્ષકોએ પણ કોરોનાનાં સર્વેક્ષણમાં પોતાની સેવાઓ આપેલ છે, આમ તેઓ પણ આંશિક કોરોના વોરિયર્સ તો છે જ. જો રાજય સરકાર તેમને રસીકરણમાં અગ્રતા આપશે, તો તેમના રસીકરણની તમામ વ્યવસ્થા અને અડધો અડધ ખર્ચ સ્વનિર્ભર શાળાઓ ઉઠાવવા તૈયાર છે તેમ  ડી. વી. મહેતા જણાવે છે.

Dsc 4213 Scaled

આ વેક્સીન કેમ્પ સાત સ્થળે યોજાશે જેમાં બેડિપરા ઝોન માટે મોરબી રોડ યુ.એચ.સી ખાતે કેમ્પ યોજાશે અને આ માટે રામભાઇ ગરૈયા સંકલન કરશે. કોઠારીયા ઝોનનો કેમ્પ કોઠારીયા યુ.એચ.સી ખાતે યોજાશે અને સંકલન  રાજેશભાઇ મહેતા કરશે. મવડી ઝોન નો કેમ્પ મવડી યુ.એચ.સી ખાતે યોજાશે અને સંકલન  રાજેશકુમાર ઉપાધ્યાય કરશે. ગાંધીગ્રામ અને જામનગર રોડ ઝોનનો કેમ્પ શ્યામનગર યુ.એચ.સી ખાતે યોજાશે અને સંકલન નાકાણી  અને રાણાભાઇ ગોજીયા કરશે. કાલાવાડ રોડ ઝોનના કેમ્પ વિજય પ્લોટ યુ.એચ.સી, સદર યુ.એચ.સી અને આંબેડકરનગર યુ.એચ.સી ખાતે યોજાશે અને તેનુ સંકલન  સુદિપ મહેતા કરશે. શાળાના શિક્ષકો અને કર્મચારીઓના વેક્સીન કેમ્પના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લાની કોર કમિટીના સભ્યો જેમા રાજય મહામંડળના પ્રમુખ  ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ  જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી  પરીમલભાઇ પરડવા, મહામંત્રી  પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર  જયદિપભાઈ જલુ અને  મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં મંડળના તમામ ઝોનના ઉપપ્રમુખો, હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટની તમામ શાળાના સંચાલકો જહેમત ઉઠાવી રહ્યા છે.

સલામત વેકિસન થકી કોરોના સામે સુરક્ષિત થઈ શકાય: અવધેશભાઈ કાનગડ (શુભમ સ્કૂલ)

Vlcsnap 2021 03 26 08H29M54S811

શુભમ સ્કૂલના ટ્રસ્ટી અવધેશભાઈ કાંગડે કોરોના રસી લીધા બાદ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે તેની સામે લડવા અને સુરક્ષિત થવા માટે વેકસીન ખૂબ જરૂરી છે ત્યારે ભારતમાં બનેલી રસી ખૂબ જ કારગત અને સુરક્ષિત છે અને હું સૌને કોરોના વેકસીન લેવા માટે અપીલ પણ કરી રહ્યો છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, શાળા સંચાલકો તેમજ શિક્ષકો ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં જ આવે છે ત્યારે ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકો અને સંચાલકોને વેકસીન આપવા કરાયેલી રજુઆત પર હકારાત્મક અભિગમ દાખવી શિક્ષકો અને સંચાલકોને રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે મેં પણ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે કહ્યું હતું કે, જે રીતે રસીની આડઅસરની વાતો થઈ રહી હતી તેને હું રદિયો આપું છું. કોરોના વેકસીન સંપૂર્ણપણે સુરક્ષિત અને કારગત છે ત્યારે સૌ કોઈ વેકસીન લ્યે તેવી અપીલ કરું છું.

શિક્ષકો પણ વેકિસન લઈ સુરક્ષીત બને: ડો.અજય પટેલ

Vlcsnap 2021 03 26 13H05M51S247

ન્યુએરા સ્કુલના સંચાલક અજય પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે ઘનશ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં આરએમસી અને સ્વનિર્ભર શાળા સંચાલકના સહયોગથી 45 વર્ષની ઉપરના દરેક શિક્ષક ભાઈ બહેનો માટે રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. જે ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું હતુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ખૂબ અથાક મહેનત કરી જે શિક્ષકો ખરેખર કોરોના વોરિયર્સ થયા હતા. આ રસીકરણમાં લગભગ 3000થી વધુ શિક્ષક ભાઈ બહેનોએ તેનો લાભ લીધો હતો સાતે જ નાગરીકોનો પણ ખૂબજ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે હાલ રાજકોટમાં 25 થી વધુ જગ્યાઓ પર રસીકરણ ચાલુ છે.

50થી વધુ જગ્યાએ વેકિસનેશન કેમ્પ શરૂ: પંકજ રાઠોડ

Vlcsnap 2021 03 26 13H02M16S746

આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ મનપા દ્વારા સીનીયર સીટીઝન માટે પહેલી તારીખથી વેકસીનેશન દેવામાં આવી રહ્યું છે. અને હવે રાજયનાં સરકારી કર્મચારીઓ ને પણ વેકસીન દેવાની કામગીરી હાથ ધરી છે. ગઈકાલે 10,000 લોકોને અપાયા હતા. તે પહેલા 8000 લોકોને વેકસીન અપાયા હતા. રાજકોટ શહેરમાં 50 થી વધુ જગ્યા પર વેકસીનેશન ચાલુ છે. જેમાં 75,000થી વધુ લોકોને વેકસીનેશન આપી દિધેલા છે. હાલ લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને સેનીટાઈઝેશનનો ઉપયોગ કરવો સાથે હાલ વેકસીનેશનની મહા ઝુંબેશ ચાલી રહી છે. જેમાં 45 વર્ષથી ઉપરનાં તમામને નજીકના વેકસીનેશન સ્થળ પરથી તેનો લાભ લેવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.