Abtak Media Google News

આઝાદી પહેલાના સૌથી શક્તિશાળી રજવાડાઓ પૈકીના એક ગણાતા વડોદરા રાજ્યનો ઈતિહાસ આજે પણ એટલો જ રસપ્રદ છે.વડોદરા શહેરને 511 વર્ષ પૂર્ણ થયા.વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ દ્વારા 18 થી 24 નવેમ્બર દરમિયાન હેરિટેજ વીકનુ આયોજન કરવામાં આવ્યુ છે. યોગાનુયોગ આ જ સમયગાળામાં નેશનલ હેરિટેજ વીકની પણ ઉજવણી થતી હોય છે.

હેરિટેજ વીકનુ આયોજન કરનાર સંસ્થાના સ્થાપક અને આર્ટ હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ જણાવ્યું કે, આજનુ વડોદરા તો 511 વર્ષ પહેલા પણ અસ્તિત્વ ધરાવતુ હતુ પણ તે વખતે તે છુટા છવાયા ગામડાઓ તરીકે વિશ્વામિત્રી નદીના કિનારે અલગ અલગ વિસ્તારોમાં વિકસ્યુ હતુ. જેમ કે આજનો અકોટા વિસ્તાર અંકોટક તરીકે જાણીતો હતો અને આજના ભીમનાથ મંદિરની આસપાસ અંકોટક આવેલુ હતુ.જેનો ઈતિહાસ 2000 વર્ષ કરતા પણ વધારે જુનો છે.

ઈ.સ 500 થી 900 દરમિયાન આજનો કોઠી એરિયા વટપત્રક તરીકે ઓળખાતો હતો.ગુજરાત પર મુસ્લિમ શાસકોનુ શાસન આવ્યુ હતુ અને તે વખતે મહંમદ બેગડાએ પોતાની રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખસેડી હતી. આમ મહંમદ બેગડા માટે તે સમયના વટપત્રકનુ વ્યૂહાત્મક મહત્વ વધી ગયુ હતુ.

ચંદ્રશેખર પાટીલ વધુમાં જણાવ્યુ કે 1511માં મહંમદ બેગડાના પુત્ર અને તે સમયના વડોદરાના ગર્વનર ખલીલખાને હાલના માંડવી વિસ્તારમાં કિલ્લો બનાવવા માટે પાયો ખોદાવ્યો હતો અને આ દિવસ હતો 18 નવેમ્બર, 1511.સામાન્ય રીતે કિલ્લો બને તે પછી અંદર શહેર વસતુ હોય છે. એટલે અત્યારના વડોદરા શહેરનો પાયો 1511માં નંખાયો હતો. ખલીલખાને તેને કિલ્લા એ દોલતાબાદ નામ આપ્યુ હતુ. કિલ્લાના ભાગરૂપે ચારે તરફ દિવાલ બનાવવામાં આવી હતી અને આજના ચાર દરવાજા વડોદરા શહેરમાં પ્રવેશવા માટેના એન્ટ્રી પોઈન્ટ બન્યા હતા.કિલ્લા માટે જે દિવસે પાયો ખોદાયો તે દિવસને અમે વડોદરાના સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં દિલ્હી પબ્લિક સ્કૂલ અટલાદરા ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.