Abtak Media Google News

ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી વાજપેયી બન્યાં હતા સૌપ્રથમ પ્રમુખ

સત્તા નહીં સંગઠનને મહત્વ આપી પારદર્શક રાજકારણથી તમામના માનનીય રહ્યાં: ભાજપ મુખ્યાલયથી અંતિમયાત્રા, સ્મૃતિસ્થળ ખાતે અંતિમવિધિ

દેશના હિતનું રક્ષણ આક્રમકતાપૂર્વક કરતા નેતા તરીકે પ્રતિષ્ઠા પામ્યા

પૂર્વ વડાપ્રધાનનું ૯૩ વર્ષની વયે એઈમ્સ ખાતે નિધન થતાં દેશમાં શોક વ્યાપી ગયો છે. વાજપેયી વિપક્ષમાં રહીને પોતાની આગવી છટાથી તમામ પક્ષોના મનમાં વસી ગયા હતા. અટલજી પારદર્શક રાજકારણના હિમાયતી અને દેશના હિતને જ ધ્યાનમાં રાખી નિર્ણયો લેનાર ગણ્યા ગાઠયા રાજકારણીઓ પૈકીના એક હતા. તેઓ પોતાના સિધ્ધાંતો પર હંમેશા અટલ રહ્યાં હતા.4 16

સ્વ.અટલ બિહાર વાજપેયીને ભારતીય જનતા પક્ષના શીલ્પી માનવામાં આવે છે. દેશને સ્વતંત્ર્તા મળ્યા બાદ તેઓ જનસંઘના નેતા શ્યામાપ્રસાદ મુખર્જીના નજીકના સાથી બન્યા હતા. ઈન્દિરા ગાંધીની સરકારે ૧૯૭૫-૭૭ દરમિયાન લાદેલી કટોકટી વખતે ભારતીય જન સંઘના અન્ય કાર્યકરોની માફક વાજપેયીની પણ અટકાયત થઈ હતી. મોરારજી દેસાઈની સરકારમાં વાજપેયીને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. એ વખતે તેમણે ચીનની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ ઉપરાંત જનસંઘ ઉપર લગાડવામાં આવેલા કીત કલંકને ભુસવામાં વાજપેયીએ મહત્વનો ફાળો આપ્યો હતો તે સમયે નહેરૂએ વાજપેયી ભવિષ્યના વડાપ્રધાન બનશે તેવું કહ્યું હતું.

વર્ષ ૧૯૭૯ વાજપેયીએ વિદેશ પ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું અને ૧૯૮૦માં જનતા પાર્ટીએ સત્તા ગુમાવી હતી. એ પછી અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મળીને વાજપેયીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સ્થાપના કરી હતી અને તેના સૌપ્રથમ પ્રમુખ બન્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયી સત્તા નહીં સંગઠનને મહત્વ આપ્યું હતું. સત્તાનો કયારેય મોહ તેમણે રાખ્યો નહોતો, સિદ્ધાંતો સાથે સમજૂતી કરી નહોતી. વાજપેયી દેશના ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા.1 57

વર્ષ ૧૯૯૬માં અટલ બિહાર વાજપેયી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા. જો કે, સરકાર માત્ર ૧૩ દિવસ જ ચાલી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં તેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા તે સમયે સરકાર માત્ર ૧૩ મહિના ચાલી અને ત્યારબાદ વર્ષ ૧૯૯૯માં અટલ બિહાર વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને પાંચ વર્ષ વડાપ્રધાન તરીકે મુદત પૂરી કરનાર પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા. વાજપેયી ચાર રાજયોના સાંસદ અને યુપીમાં ત્રણ બેઠકો પર ચૂંટણી લડયા હતા. લોક સ્વીકૃત હોય તેવા અજાત શત્રુ હતા.

ભારત-પાક. શાંતિ સ્થાપીને જ વાજપેયીને સાચી શ્રધ્ધાંજલી આપી શકે

પાકિસ્તાનમાં ચૂંટણી જીતીને નજીકના ભવિષ્યમાં સત્તા હાંસલ કરનાર ઈમરાન ખાને કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન શાંતિ સ્થાપીને જ વાજપેયીને સાચી શ્રધ્ધાંજલી આપી શકે. તેમણે ઉમેર્યું હતું કે, બન્ને તરફ રાજકીય મતભેદ હોય શકે પરંતુ હંમેશા શાંતિ ઈચ્છનીય છે. આપણે અટલ બિહારી વાજપેયીને સાચી શ્રધ્ધાંજલી આપવા શાંતિ રાખવી જોઈએ. વાજપેયીની ચીર વિદાયી સાઉથ એશિયાના રાજકારણમાં ખુબ મોટી ખોટ અનુભવાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું ભારતના લોકો સાથે છું.

અહીં ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન પાકિસ્તાનમાં અત્યારે સૌથી વધુ જનાધાર મેળવનાર નેતા છે. તેઓ ટૂંક સમયમાં વડાપ્રધાન પદના શપથ લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

વાજપેયી ગ્વાલીયર છોડીને લખનૌની બેઠક પર લડવા શા માટે ગયા ?

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વર્ષ ૧૯૭૧ અને ૧૯૮૪માં પોતાની જન્મભૂમિ ગ્વાલીયરથી ચૂંટણી લડયા હતા. પરંતુ ૧૯૮૪માં તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ તેમણે ઉત્તરપ્રદેશના લખનૌની બેઠક પર લડવાનું પસંદ કર્યું હતું. આ બેઠક ૧૯૯૧માં તેઓ જીત્યા હતા. ૧૯૭૧માં ગ્વાલીયરની લોકસભા બેઠક પર તેઓ જનસંઘના ઉમેદવાર તરીકે ઉભા રહ્યાં હતા. જો કે તેઓ આ બેઠક માધવરાવ સિંધીયા સામે ૧૯૮૪માં હારી ગયા હતા.

તે સમયે રાજીવ ગાંધીના કહેવાથી સિંધીયાએ ઉમેદવારી પત્ર છેલ્લી ઘડીએ ભર્યું હતું જેનાથી વાજપેયી ચોંકી ગયા હતા. ત્યારબાદ વાજપેયીએ નજીકની બેઠક ભીંડી ઉમેદવારી કરવાનું નક્કી કર્યું હતું અને કાર લઈને ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા પરંતુ સમયસર પહોંચી શકયા નહોતા. જો કે ત્યારબાદ મધ્યપ્રદેશની વિદીશા અને ઉત્તરપ્રદેશના લખનૌથી ૧૯૯૧માં લોકસભા લડયા હતા અને બન્ને બેઠકો ઉપર જીત મેળવી હતી. જો કે, ત્યારબાદ વિદીશાથી તેમણે રાજીનામુ આપી દીધું હતું અને લખનૌ બેઠક પર સતત પાંચ વખત ચૂંટાઈ આવ્યા હતા.

સાત દિવસનો રાષ્ટ્રીય શોક

પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયીના નિધનથી રાજય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાજયમાં સરકારી-અર્ધ સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, શાળા-કોલેજો, યુનિવર્સિટીના ભવનો શોક પાળશે તેવી સત્તાવાર જાહેરાત સરકાર તરફી કરવામાં આવી છે.

ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, ઓરીસ્સા, પંજાબ, બિહાર, ઝારખંડ, હરિયાણા, તેલંગાણા, તામિલનાડુ અને કર્ણાટકમાં પણ આજે શાળા-કોલેજો બંધ રહેશે.

અટલ બિહાર વાજપેયીને શ્રધ્ધાંજલી પાઠવતા નેતાઓ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના નિધનથી રાજકારણમાં પણ ગમગીનીનો માહોલ છે. રાહુલ ગાંધીએ ટવીટ કરતા કહ્યું છે કે, આજે ભારતે સપુત ગુમાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન વાજપેયીજી લાખો લોકોના પ્રયારા હતા. આપણે બધા તેમને યાદ કરીશું. આ મામલે એલ.કે.અડવાણીએ કહ્યું હતું કે, મારા મનમાં ઉંડે સુધી દુ:ખ વ્યાપી ગયું છે.

અટલ બિહારી મારા માટે સિનીયર સાથીથી વધુ હતા. અમે ૬૫ વર્ષ સુધી મિત્રો રહ્યાં છીએ. આ ઉપરાંત મંત્રી રાજનાસિંહ તથા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના, પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઉમર અબ્દુલા સહિતના મહાનુભાવોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી.

લોકતંત્રની ગરીમા માટે વાજપેયી હમેશા અટલ રહ્યાં: સોનિયા ગાંધી

અટલ બિહાર વાજપેયીના નિધનથી તમામ રાજકીય પક્ષોમાં શોક વ્યાપી ગયો છે. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ અટલ બિહાર વાજપેયીને શ્રધ્ધાંજલી પાઠવી કહ્યું હતું કે, લોકતંત્રની ગરીમા જાળવવા અટલ બિહાર હંમેશા અડગ રહ્યાં હતા. અટલ બિહાર વાજપેયીના મૃત્યુથી હું ઉંડા આઘાતમાં સરી પડી છું,

તેમના નિધની ઉંડે સુધી શોક છે. વાજપેયી મહાન નેતા હતા, તેમનું વિઝન મહાન હતું, તેમણે રાષ્ટ્રના હિતમાં કામ કર્યું હતું.

અટલજીની ચીર વિદાયથી કદી ન પુરાય તેવી ખોટ પડી છે: મુખ્યમંત્રી

Whatsapp Image 2018

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી અટલ બિહારી બાજપેયીજીના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

સ્વ. અટલ બિહારીજીને શ્રદ્ધાંજલી પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યુગના સૌથી મોટા નેતા અટલજીની ચીરવિદાયથી આપણને સૌને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અટલ બિહારીજીને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હરેક વ્યક્તિએ પ્રેમ-આદર સન્માન આપ્યા છે.Whatsapp Image 2018 08 16 At 19.59

મુખ્યમંત્રીએ તેમને આદરાંજલિ પાઠવતા ઉમેર્યું કે સ્વ. અટલજીની વિશાળતા, દેશભક્તિ અને રાષ્ટ્ર માટેનો સમર્પિત ભાવ માત્ર કાર્યકર્તાઓને જ નહિં, સમગ્ર દેશના સૌ નાગરિકોને સદાકાળ પ્રેરણા આપતો રહેશે.

વિજયભાઈ રૂપાણીએ સ્વ. અટલ બિહારીજીએ સાચા ર્અમાં લોકહૃદયના સિંહાસને બિરાજતા લોકપ્રિય નેતા તરીકે અદકેરું સ્થાન-ચાહના મેળવ્યાં હતાં તેમ પણ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ સ્વ. અટલજીના આત્માની પરમ શાંતિ માટે પ્રભુ પ્રાથના સાથે આ દુ:ખ સહન કરવાની તેમના સ્વજનોને ઇશ્વર શક્તિ આપે તેવી પણ અર્ભ્યના શોકાંજલિમાં વ્યક્ત કરી હતી.

ભારતના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ‘અટલ વ્યક્તિત્વ’2 47

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.