Abtak Media Google News

ભવ્ય રામ મંદિર નિર્માણના સંકલ્પ સાથે રામનવમીના દિવસે વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા પાલખીયાત્રા

વિશ્ર્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરની ટીમ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે ભવ્ય રામમંદિરના નિર્માણના સંકલ્પ સાથે પાલખી યાત્રાનું આયોજન કરાયું છે. આ પાલખી યાત્રાને વાલ્મીકી સમાજ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે.

આ યાત્રા તા.૫/૪ના રામનવમીના દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે રાજકોટના કાર સેવકો યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ વર્ષ આ પાલખી યાત્રાનું સંપૂર્ણ પુજા, વ્યવસ્થા અને રામલલ્લાની પાલખી સંપૂર્ણ વાલ્મીકી સમાજ પોતાના કરકમલોથી ઉપાડશે તે માટે વાલ્મીકી સમાજમાં જબરજસ્ત ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ઢોલ, નગારા, કિર્તન મંડળી તથા સંપૂર્ણ વાલ્મીકી સમાજ પાલખી યાત્રામાં જોડાશે.

આ યાત્રા દરમ્યાન પાલખી યાત્રાની પ્રસ્થાન સમયેની વ્યવસ્થા પંચનાથ મંદિર દ્વારા કરવામાં આવશે. સાત હનુમાનજી મંદિર દ્વારા તથા પવન કુરીયર દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. હરીહર ચોકમાં એનીમલ હેલ્પલાઈન દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. મહાત્મા ગાંધીના પુતળે કોંગ્રેસ દ્વારા તથા નાગરીક બેંક ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવશે તથા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા સ્વાગત, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશન દ્વારા છાશ વિતરણ કરવામાં આવશે. લાખાજીરાજ રોડ પ્રણામી મંદિર દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવશે. નવાનાકા સીંધી કાપડ બજાર એસોસીએશન દ્વારા શરબત વિતરણ, સોની બજાર વેપારી દ્વારા ફુલહારથી સ્વાગત તથા રામનાથપરા ચોકમાં હરીરામ સત્સંગ મંડળ દ્વારા પાણી વિતરણ તથા બડાબજરંગ મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે તથા સમસ્ત રાજપુત સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવશે. અંતમાં કપીલા હનુમાનજી મંદિરે આતશબાજી, ઢોલ નગારા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી ભકતો દ્વારા ફળાહાર કરાવવામાં આવશે.

આ આયોજનને સફળ બનાવવા માટે કપીલા હનુમાનના સેવક રણજીતભાઈ રાઠોડ, ગોપાલભાઈ ચોવટીયા, કનુભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અરવિંદભાઈ બારોટ, સુધીરભાઈ હુંબલ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રસંગે વાલ્મીકી સમાજના ધર્મગુ‚ બાપુ ચિમનાજી મહારાજના આર્શીવાદથી વાલ્મીકી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનો છે. બટુકભાઈ વાઘેલા, નિતીનભાઈ વાઘેલા, મુન્નાભાઈ વાઘેલા, સતિષભાઈ વાડોદરીયા, અર્જુનભાઈ સોઢા, ઉમેશભાઈ સોલંકી, સંદિપભાઈ નૈયા, પ્રકાશભાઈ ગડીયલ, શૈલેષભાઈ વાઘેલા, કિશોરભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર, હિતેષભાઈ વાઘેલા, સુરેશભાઈ વાઘેલા, દિનેશભાઈ નૈયા, મનસુખભાઈ પરમાર, કેતનભાઈ વાઘેલા, કરણભાઈ નૈયા, રસિકભાઈ વાઘેલા, કિરીટભાઈ વાઘેલા, વીરજીભાઈ પરમાર, નરેન્દ્રભાઈ વાઘેલા, સંજયભાઈ ઝાલા, જયેશભાઈ ઝાલા, જીતેન્દ્રભાઈ વાઘેલા, મલીદીપભાઈ પરમાર, દશરથભાઈ પુરબીયા, ચિંટુભાઈ ઝાલા, ભરતભાઈ વાળા, ભુપેન્દ્રભાઈ વાઘેલા, સુભાષભાઈ ઝાલા, અનિલભાઈ ટીમાણીયા, દક્ષાબેન વાઘેલા, જીતુભાઈ વાઘેલા, નીતિનભાઈ પુરબીયા, સેમભાઈ વાઘેલા વિગેરે યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે .

આજરોજ પ્રેસ મુલાકાતમાં વિશ્ર્વ હિન્દુ પરીષદ રાજકોટ મહાનગર મહામંત્રી નિતેશભાઈ કથીરીયા, વિ.હિ.પ. જીલ્લા મંત્રી રામભાઈ સાંખલા તથા બાલક હનુમાનમાંથી રણજીતભાઈ રાઠોડ, અરવિંદભાઈ બારોટ, કનુભાઈ પટેલ, ગોપાલભાઈ ચોવટીયા તથા વાલ્મીકી સમાજમાંથી બટુકભાઈ વાઘેલા, નિતીનભાઈ વાઘેલા, સેમ વાઘેલા, સતિષભાઈ વાડોદરા, પારસભાઈ બેડીયા, નરેશભાઈ મકવાણા, દિપકભાઈ વાઘેલા, નરેન્દ્રભાઈ વાઘેલા, ભુપેન્દ્રભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.