Abtak Media Google News

ચિન્મય પરમાર દિગદર્શિત ગુજરાતી કોમેડી ફિલ્મમાં ઇશા કંસારા, રાહુલ રાવલ, પ્રાપ્તી અજવાળીયા અને વૈશાખ રતનબેને અભિનય કલાના કામણ પાથર્યા

૧૮મીએ ફિલ્મ રીલીઝ થશે: સ્ટાર કાસ્ટ ‘અબતક’ની મૂલાકાતે

છેલ્લો દિવસ અને કરશનદાસ પે એન્ડ યુઝના નિર્માણ બાદ જાણીતા નિર્માતા બેલવેડર ફિલ્મસ દ્વારા ત્રીજી ફિલ્મ વાંઢા વિલાસ આગામી ૧૮મીએ રીલીઝ થવા જઇ રહી છે. ગુજરાતી સીનેમાના આજ સુધી લવ ટ્રાઇએન્ગલ રજુ થયુ છે ત્યારે પ્રથમવાર આ ગુજરાતી ફિલ્મમાં મેરેજ ટ્રાઇએન્ગલ રજુ થશે. ફિલ્મ વિશે વિસ્તૃત વિગત આપવા સ્ટારકાસ્ટ ઇશા કંસારા, રાહુલ રાવલ, પ્રાપ્તી અજવાળીયા, વૈશાખ રતનબેન અને સ્વાતિ દવેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

છેલ્લો દિવસ – કરશનદાસ પે એન્ડ યુઝના નિર્માતા બેલવેડર ફિલ્મસ દ્વારા ત્રીજી ફિલ્મ વાંઢા વિલાસ તા.૧૮મે ર૦૧૮ના રોજ રજુ થવા જઇ રહી છે. ફિલ્મનું શુટીંગ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં થયું છે. ફિલ્મનું તળપદી ભાષામાં લખાયેલુ ઢંગચકડ ધીંતા સોંગ દર્શકોને ખુબ ગમશે.

વાંઢા વિલાસની કથા કંઇક આવી છે. એક શ્રાપિત કુટુંબ છે જેને કુટુંબના જ કોઇ પૂર્વજે શ્રાપ આપ્યો છે કે જાવ આ કુટુંબના દરેકના બે-બે વાર લગ્ન થશે. આ શ્રાપને કારણે એક સમયે એવો આવે છે કે એક જ ઘરમાં પિતા-પુત્ર અને પૌત્ર ત્રણેય વાંઢા જોવા મળે છે. એમાં સ્ત્રીપાત્રનો પ્રવેશ થાય છે. આ પાત્રને મેળવવા કોણ સફળ થાય છે? પિતા-પુત્ર કે પૌત્ર? આવા મજેદાર વિષયવસ્તુ ધરાવી ફિલ્મ દર્શકોને જકડી રાખશે.

વાંઢા વિલાસના નિર્માતા આયુષ મહેતા અને વૈશલ શાહ છે. પટકથા-સંવાદ કૃષ્ણ દેવ યાજ્ઞિકના છે. ઇશા કંસારા, રાહુલ રાવલ, પ્રાપ્તી અજવાળીયા, વૈશાખ રતનબેન, સ્વાતિ દવે અને હરેશ ડાઘીયા જેવા કલાકારોને ડિરેકશન ચિન્મય પરમારનું મળ્યું છે. ફિલ્મમાં એક ગીતને બોલીવુડના ગાયક નકાશ અજીજનો સ્વર મળ્યો છે. સંગીત ભાર્ગવ-કેદારનું છે. કોરીયોગ્રાફી કૃણાલ સોની જ્યારે છબીકલા સાઉથના જાણીતા કેમેરામેન બીભુદાસની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.