Abtak Media Google News

ધો.૧૦નું ૯૩.૫૪ ટકા, ધો.૧૨ સાયન્સનું ૯૬ ટકા અને સામાન્યનું ૯૦.૬૧ ટકા પરિણામ, સ્કુલના તેજસ્વી તારલાઓને અભિનંદન આપતા ડો. વિરડીયા

‘ભાર વગરનું ભણતર’, ને સાર્થક કરી શાળાએ ઉદાહરણ સાયન્સનું ૯૬.૦૦% અને ધો.૧૦નું ૯૩.૫૪% અને આજે જ જાહેર થયેલ ધો.૧૨ કોમર્સનું ૯૦.૬૧% પરિણામ આપી સમગ્ર મવડી પ્લોટ વિસ્તારમાં શૈક્ષણિક ડંકો વગાડનારા વંદેમાતરમ્ સ્કુલના તેજસ્વી વિરલાઓને અભિનંદન આપતા ડો. વીરડિયા.

કર્મયોગી એજયુકેશનલ ઝશેનનાં ડાયરેકટર શ્રી ડો. શાંતિલાલ વીરડિયાના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૧ વર્ષથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવી રહ્યું છે. આ શાળાની વિશેષતાઓમાં અન્ય શાળાઓ કરતા ફીનું ધોરણ ખૂબજ નીચું અને પરિણામ ખૂબજ ઉંચુ આપવામાં આ સંસ્થા મવડી વિસ્તારના અગ્રેસર સ્થાન ધરાવે છે.

શિક્ષણએ વ્યાપાર નહિ પરંતુ એક ગરીમાયુકત વ્યવસાય હોવાની આંતરસુઝ ધરાવતા કર્તવ્યનિષ્ઠ સંચાલક શ્રી ડો. વીરડીયા સાહેબ સતત નવા નવાવિચારોમાં કાર્યરત રહી ગુજરાતી માધ્યમમાં નર્સરીથી ધો.૧૧ અને ૧૨ સાયન્સ કોમર્સ તથા બી.એસ.ડબલ્યુ, એમ.એસ.ડબલ્યુ બી.એસ.સી (આઈટી) સુધીનું કાર્યક્ષેત્ર ઉપલબ્ધ કરી આ સંસ્થાની ગણના અગ્રીમ હરોળની શિક્ષણ સંસ્થાઓમાં મૂકેલ છે.

Viradiya Sir
viradiya sir

‘પરિશ્રમ એ જ પારસમણી’ કહેતને સાર્થક કરતા શાળાના વિદ્યાર્થીઓએ ખંત મહેનતથી શ્રેષ્ઠતમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓની વૃષ્ટિ થઈ રહી છે.

તમામ વિષયોનાં નિષ્ણાંત શિક્ષકો એક જ જગ્યાએ ઉપલબ્ધ રાખી તેમજ કોઈ પણ વિષય માટે એક પણ વિદ્યાર્થીએ બહાર વધારાના ટયુશનમાં ન જવું પડે એવા હેતુથી ડો.વિરડીયા સાહેબ શિક્ષણને સેવાનું માધ્યમ બનાવી સંસ્થાથી સિંચન કરી પ્રાથમિકતા આપી તેના પરિણામે જ બાળકોનાં જીવનને કથિરમાંથી કંચન બનાવ્યું છે તેની ફળશ્રુતિ રૂપે ધો.૧૨ સાયન્સનુ પરિણામ ૯૬% તથા ધો.૧૦નું ૯૩.૫૪% પરિણામ ધો.૧૨ કોમર્સનું ગતિશીલ ૯૦.૬૧% પરિણામ આવેલ છે. અને સમગ્ર રાજકોટ શહેરમાં વાઈબ્રન્ટ રીઝલ્ટ આપેલ છે.

છેલ્લા ત્રણ દાયકાથી ડો.વિરડીયા સાહેબના પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓ મેડીકલ અને એન્જીનીયરીંગ ક્ષેત્રે પ્રવેશ મેળવી આજે તેમની જ ધરોહર બની સમાજમાં પેઢી દર પેઢી શિક્ષણના માધ્યમથી સમાજપયોગી કાર્યો કરી અને આ ગતિશીલ ગુજરાતનાં સર્વાંગી વિકાસમાં સહભાગી બની રહ્યા છે. અને રાજય સરકારની જે નેમ છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સંવેદન શિક્ષણ એદિશામાં આ કર્મયોગી એજયુકેશનલ ઝોન નામનું બેનર એક ઉત્તમ ઉદાહરણ ‚પે આજે પ્રસ્થાપિત થયેલ છે.

ડો. વિરડીયા સાહેબનું માનવું છે કે શિક્ષણ એ સમગ્ર સમાજ વ્યવસ્થા માટેનું એક અનિવાર્ય અને અવિભાજય અંગ છે.

જગત પરિવર્તનશીલ છે. સમાજના દરેક ક્ષેત્રે પરિવર્તન થઈ રહ્યું છે. આજનો યુગ વિજ્ઞાન, ટેકનોલોજી અને માહિતીનો છે. આ ચેઈન્જ (પરિવર્તન) અને ચેલેન્જને પહોચી વળવા માટે શિક્ષણએ શ્રેષ્ઠ માધ્યમ છે.

પ્રવાહની ગતિ અને દિશા પ્રત્યેની સજાગતા જીવનને એક અત્યંત નવી ક્ષિતિજે લઈ જાય છે. દરેક વ્યકિત પોતાના સ્વપ્નાઓને સાકાર કરવા માટે અને સફળતાની શોધમાં તેના અમૂલ્ય જીવનને દાવ પર લગાવે છે.

સફળતાતો સો ટકા મળશે જ કારણકે દરેક વ્યકિતના મન પાસે વિરાટ શકિતનો ખજાનો રહેલો હોય છે. મને ગર્વ છે. મારા ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવતા શિક્ષકો પર કે જેઓ સતત દસ દસ વર્ષથી બદલાયા વગર એક જ સંસ્થામાં વિદ્યાર્થીઓને સતત મહેનત કરાવી રહ્યા છે. એથી વધુ ગૌરવ છે. મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો પર કે જેઓ સંસ્થાના માર્ગદર્શન પર પૂરી મહેનત કરી અને સર્વોચ્ચ પરિણામ પ્રાપ્ત કરી રહ્યા છે.

શિક્ષણની સાથે સંસ્કારનો સમન્વય થાય ત્યારે તેની ગુણવતા સુધરી હોવાનો અહેસાસ થાય છે. આ રીતે શિક્ષણના સ્તરમાં થયેલી વૃધ્ધિ અને વિકાસ વિદ્યાર્થીનાં જીવન પરિવર્તનની વાહક બની અને સમાજને મદા માણસની ભેટ મળે, શિક્ષણની સાથે સંસ્કારનો સમન્વય વધુ સારી રીતે થઈ શકશે તેઓ વિદ્યાર્થી અને વાલીઓ તરફથી મળેલ સહકારથી કર્મયોગી એજયુકેશનલ ઝોનનાં સંચાલક ડો.વિરડીયા સાહેબ તેમજ શાળા પરિવારનો આત્મવિશ્વાસ વધુ દ્દઢ બન્યો છે.

ડો.વિરડીયા સાહેબનું મિશન છે.કે બાળક પોતાના કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને સમર્પિત બની ગૌરવ અપાવે અને પોતાના દરેક કાર્યમાં રાષ્ટ્રધર્મ અપનાવે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.