Abtak Media Google News

બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે મોઢે બુકાની બાંધી હતી: અપહરણનો પ્રયાસ કરનાર બાઇક ચાલકની શોધખોળ: દસ જ મિનિટમાં બે સગીરના અપહરણના પ્રયાસથી નાના એવા ગામમાં ફફડાટ

વંથલી તાલુકાના બંધડા ગામની નવ વર્ષની તરુણી અને 13 વર્ષના તરુણના બાઇક ચાલકે અપહરણનો પ્રયાસ કરતા નાના એવા ગામમાં ફફડાટ મચી ગયો છે. પોલીસે બાઇક ચાલક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના બંધડા ગામે રહેતી રુતિકા દેવદાનભાઇ નાની 9 નવ વર્ષની કોળી તરુણી અને ભાવિન ભીખુભાઇ રાઠોડ નામના 13 વર્ષના સગીરના બાઇક પર અપહરણનો પ્રયાસ થયાની દેવદાનભાઇ ભીમાભાઇ જીંજુવાડીયાએ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગઇકાલે સવારે 11 વાગે રુતિકા જીંજુવાડીયા પોતાના ગામની શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી હોવાથી સ્કૂલે જઇ રહી હતી ત્યારે મોઢા પર કાળા કલરની બુકાની બાંધેલા બાઇક ચાલક આવીને તને સ્કૂલે મુકી જવાનું કહી બાઇક પર બેસાડી બંધડાથી દુર લઇ જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રુતિકાએ ગોકીરો કરતા તેણીને બાઇક પરથી ઉતારી બાઇક ચાલક જતો રહ્યો હતો તે દરયિમાન ભાવની રાઠોડને તેને કાજળીયાળી ગામે મુકી જવાનું કહી બાઇકમાં બેસાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ ભાવીન રાઠોડ બાઇકમાં બેઠો ન હતો

માત્ર દસ જ મીનીટમાં બે બાળકોના અપહરણના પ્રયાસ થતા ગામજનો એકઠા થઇ ગયા હતા અને વંથલી પોલીસ મથકે દોડી જતા પોલીસે પોકસો અને અપહરણનો પ્રયાસ અંગેનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.