Abtak Media Google News

લીંબડી ખાતે નિલકંઠ વિધાલયનાં ૬ વર્ષ પુરા થતાં વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં આર્શિવચન આપવા નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના પ.પૂ. લલિતકિશોરશરણદાસજી બાપુ તથા આમંત્રીત મહેમાનોમાં શ્રી કિરીટસિંહ રાણા સાહેબ (પૂર્વ મંત્રીશ્રી, ગુ.રા.ગાંધીનગર), શ્રી શંકરભાઇ દલવાડી સાહેબ (ચેરમેનશ્રી, હાથશાળ અને હસ્તકલા વિભાગ, ગુ.રા.ગાંધીનગર), શ્રી પ્રકાશભાઇ સોની સાહેબ (પૂર્વ ચેરમેનશ્રી, ગૌણ સેવા પસંદગી મંડળ, ગુ.રા. ગાંધીનગર), શ્રી નારાયણભાઇ પટેલ, શ્રી દલસુખભાઇ, શ્રી મુકેશભાઇ, શ્રી જાડેજા સાહેબ (લીંબડી પી.એસ.આઇ.) વગેરે એ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ. આ નવરંગી વાર્ષિકોત્સવમાં બાલમંદિરનાં બાળકો થી લઇને ૧ર (બાર) ધોરણ સુધીનાં બાળકોએ પોતાની વિવિધ કૌશલ્ય કળાઓને લોકો સમક્ષ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં કુલ ૩૬૬ વિધાર્થિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં મેદની ઉમટેલ હતી. આ પ્રસંગે નિલકંઠ વિધાલયનાં બાળકો તથા વાલીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળયો હતો. તો આ પ્રસંગે આવેલ આમંત્રીત મહેમાનો દ્રારા ૧ર સાયન્સમાં એન્જીનીયરીંગ, ડોકટર, મરીન જેવા વિવિધ કોર્ષોમાં જોડાનાર પ્રથમ બેંચના ભુતપુર્વ વિધાર્થિઓ તેમજ તેમની એકટીવીટી માં નેશનલ તથા રાજય કક્ષાએ ઉતીર્ણ થયેલ વિધાર્થિઓનું સન્માન કરી ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.